________________ સુદર્શના સાર્થકપણ છે. જો તેમ ન થાય તે જીવનચરિત્ર, વાકયો કે શાસ્ત્રો શસ્ત્રરૂપે પરિણમે છે. માનસિક અનેક વિકાર ઉત્પન્ન કરી મેહ, અજ્ઞાન, રૌદ્ર અને બીભત્સાદિ ર તરફ ખેંચી જાય છે. સખને બદલે પરિણામે દુ:ખ આપી ઊંચી માનવ જિંદગીમાંથી અધ:પાત કરાવે છે. માટે આત્મસ્થિતિની ઉચ્ચતા પ્રાપ્ત કરવાના હેતુથી, ચરિત્રાદિ ગ્રંથના સાંભળનારા કે વાંચનારા વાચકોએ પૂર્વોક્ત જીવનચરિત્ર સાંભળવાને કે વાંચવાનો મુખ્ય હેતુ અવશ્ય ધ્યાનમાં રાખે જોઈએ. હે પ્રિયા ! આ ઉદેશને મનમાં રાખી હું મારા મિત્ર સહિત એક શાંત સ્થળે જઈ બેઠે અને તે સુંદરી પણ અમારી પાસે આવી બેઠી. // 21 પ્રકરણ ત્રીજું કિન્નરીને ઇતિહાસ–રાજા મહસેન ll 21 | તે સંદરીએ પિતાને ઇતિહાસ શરૂ કરતાં જણાવ્યું કે-હે ભાઈ ધનપાળ ! હં કિન્નરી છું. ઉત્તમ મનુષ્ય ભવથી ભ્રષ્ટ થઈ આ કિન્નરી પદને પામી છું. અને મોહથી મોહિત થઈ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરું છું. આટલું કહેતાં કહેતાં તેના મુખ પર ગ્લાનિ આવી ગઈ D' Ac. Gunratnasuri M.S. STABrank