________________ સુદર્શન | 20 | મને પણ કાંઈક નવીન ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન મળી આવશે, યા કોઈ દુર્ગણ દૂર કરવાનું કારણ મળશે. વિગેરે અનેક લાભની, કલ્પના કરી મેં તેણીનું કહેવું માન્ય કર્યું. ખરી વાત છે કે ગુણાનુરાગી, તત્ત્વક જીવોને, મહાપુરુષોનાં કે મહાન ગુણવાનું સ્ત્રીઓનાં જીવનચરિત્રમાંથી અનુકરણ કરવાનું ઘણું મળી આવે છે. અને આ ઉદ્દેશથી જ અનેક ધર્મશાસ્ત્રમાં, કથાઓને કે જીવનચરિત્રોનો ભાગ મુખ્ય રાખ્યું હોય તેમ અનુભવાય છે. જો તેમ ન હોય તો જેનું જીવનચરિત્ર આપણે વાંચીએ છીએ કે ગુરુદ્વારા સાંભળીએ છીએ, તે ચરિત્રમાં આવતા ગુણ દોષોને ફાયદો તે તે ચરિત્રના નાયકાને જ થયેલો હોય છે; તે પછી તે વાંચવામાં કે સાંભળવામાં ફોગટ વખતને વ્યય કરવાનું કારણ શું ? કાંઈ જ નહિ. પણ તેમ નથી. જીવનચરિત્રે સાંભળવા કે વાંચવાને મુખ્ય ઉદ્દેશ જ એ છે કે-વિચારદષ્ટિએ તે ચરિત્રના | નાયક, નાયિકાના ગુણ દોષો શોધી કાઢવા. ગુણોનું અનુકરણ કરવું અને દોષોને ત્યાગ કરવો. ચરિત્રમાં અનેક રસોનું પિષણ કરેલું હોય છે, તથાપિ આત્માને શાંતિ અનુભવાવનાર, આત્માને ઉચ્ચ સ્થિતિએ પહોંચાડનાર અને દુ:ખમય દુનિયામાં પણ સુખને અનુભવ કરાવનાર શાંતરસ અને વૈરાગ્યરસને તે જીવનચરિત્રોમાંથી શોધી કાઢવા જોઈએ, અને તેનું સ્મરણ–આલેખન વારંવાર હૃદયપટ પર થવું જોઈએ. તેમ થાય તો જ જીવનચરિત્રો વાંચવાનું કે સાંભળવાનું Gunratnasuri M.S. | 20 || - Jun Gun Aaradhak Trus