________________ 4. આ કિન્નરી આ ચરિત્રની નાયિકા સુદશનાના ભવની (તેની) ધાવમાતા છે. સુદર્શનાના દેવભૂમિનાં લાંબા વખતના નિવાસમાં આ ધાવમાતાના અનેક ભા થયા છે. કિન્નરીના પાછલા ભવમાં તે ચંપકલતા નામની રાજકુમારી હતી. તેને વિવાહ મહસેન રાજા સાથે થયેલ હતું. આ મહસેન રાજા તે ધાવમાતાને (સુદર્શનાના ભવમાં) પુત્ર હતે. ચ'પકલતા સાથે લગ્નની ગાંઠથી જોડાવા માટે મહસેન રાજા સમુદ્ર રસ્તે જતા હતા તેવામાં દુર્ભાગ્યના યોગે તે વહાણ ખરાબ રસ્તે ચડી જવાથી વિમળ પર્વતના ખડક સાથે અફળાઈને ભાંગી જાય છે. રાજા તે પર્વત પર ચડે છે. ચંપકલતા પણ દિવ્ય પાદુકાના બળથી તે પહાડ પર રહેલા મંદિરમાં દર્શન કરવા આવે છે. તેને દેખી રાજા હિત થાય છે. પૂર્વ જન્મની માતા પર મહિત થયેલ પુત્રને જાણી સંસારની વિષમ સ્થિતિનું ભાન કરાવવા માટે ચંડ વૈદ્યમુનિ તે પહાડ પર આવે છે. આ ચંડવૈદ્ય મુનિ સુદર્શનને નાનો ભાઈ (પાછલા જન્મમાં) થાય છે. દેવનું પૂજન કરી બહાર આવતાં ચંપકલતા મુનિને દેખે છે. રાજા વૃક્ષની એથે છુપાઈ જાય છે. જ્ઞાની મુનિ તેને ઉદ્દેશીને ચંપકલતા આગળ ધર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ આપ્યા બાદ " આ જિન મંદિર અહી કોણે બંધાવ્યું? આ ચંપકલતાના પ્રશ્નના ઉત્તરમાં રાજકુમારી સુદર્શનનું ચરિત્ર કે જે તે પ્રશ્ન સાથે સાજિત હતું તે મુનિશ્રી કહી બતાવે છે. તે ચરિત્રના પ્રસંગમાં મહસેન અને ચંપકલતાના પાછલા ભવના ચરિત્રો આવી જાય છે. જે સાંભળી પ્રતિબંધ પામેલ મહસેન સાધુજીવન સ્વીકારે છે. ચંપકલતા દેવી સુદશનાના મોહથી ચારિત્ર ન લેતા સમળી વિહારમાં વારંવાર આવતી સુદર્શન દેવીના સમાગમમાં આનંદ માની ગૃહાવાસમાં કુમારીપણે જીવન ગાળે છે. છેવટે દેવી સુદર્શનાના મોહથી તીર્થસ્થાનમાં અધિષ્ઠાતૃપણાનું નિયાણું કરે છે અને મરણ પામીને કિન્નરીના ભવને પામે છે. દેવી સુદર્શનાના ઉચ્ચ અધિકારી પશુની અને પિતાના હલકી જાતના કિન્નરીપણાના પદની * સરખામણીથી તેમજ માનવ જીંદગીમાં સર્વ સામગ્રી મળ્યા છતાં દેવી સુદર્શનાના મોહથી તીર્થની અધિષ્ઠાતૃ થવા AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus |4| -- 18