________________ સુદર્શન : 378 પ્રગટ થાય છે. આમ બે ભેદ તે શ્રદ્ધાનના ગણાય છે. સાયિક, ક્ષયોપથમિક અને ઔપશમિક-એમ તે શ્રદ્ધાનના ત્રણ ભેદો કહેવામાં આવે છે. દર્શનમોહનીય કર્મની ત્રણે પ્રકૃતિના પુદ્ગલોનો, સદાને માટે સર્વથા આત્મપ્રદેશ સાથેનો વિયોગ થવો (છૂટું થવું) તે ક્ષાયિક-સમ્યફ શ્રદ્ધાન કહેવાય છે. આ શ્રદ્ધાનની શરૂઆત ચોથા ગુણસ્થાનકથી છે. આઠમા ગુણરસ્થાનકે ક્ષપકશ્રેણી (કર્મ ખપાવવા માટેની પરિણામની વિશુદ્ધિરૂપ ધારા)માં પ્રવેશ કરતાં, આ સમ્યફ શ્રદ્ધાના પિતાનું ખરેખર સામર્થ્ય પ્રગટ દેખાડે છે. છેવટે કેવળજ્ઞાન પણ પ્રાપ્ત કરાવે છે. એટલે જેવું જાણ્યું, જેવો નિશ્ચય કર્યો, તે જ છે અનુભવ કરાવવામાં નિમિત્તભૂત બને છે. આ શ્રદ્ધાન પ્રાપ્ત કરવામાં પ્રથમ અનંતાનુબંધી કષાયને સર્વથા નાશ કરવો પડે છે. અનંતાનુબંધી” આ નામ પ્રમાણે જ તે કષાય, (ક્રોધ, માન, માયા, લોભ)માં ગુણ રહેલા છે. અનંત-અનુબંધ (રસ) કરાય–બંધાય–જેનાથી–જે કરવાથી તે “અનંતાનુબંધી’ આ કષાયની મદદથી, યા સામર્થ્યથી, આત્મા અનંત કાળપયત સંસાર પરિભ્રમણ કરે તેટલો કમને બંધ કરે છે અથવા આ ચાર કષાયની મદદથી આત્મા અનંતકર્મનાં દલીયાં એકઠાં કરે છે, માટે અનંતાનુબંધી, અથવા જે કષાયની સહાયથી જીવને પૌદૂગલિક સુખ સંબંધી અનંત ઈચ્છાઓ લંબાયેલી હોય (થાય) છે તે અનંતાનુબંધી. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Truse II 3s8 .