________________ સુદર્શના I 358 માં છે શ્યામવર્ણના મેરુપર્વતની કાંતિ ઘણી મ્લાનતા પામી હતી, તેને મેં અમૃતના ભરેલા કળશથી નવરાવ્યો [ સીંઓ.] તરત જ તે પર્વત વિશેષ પ્રકારે શોભવા લાગ્યો. તે જ રાત્રિએ સોમપ્રભ (કુમારના પિતા)ને સ્વપ્ન આવ્યું કે-સૂર્યનાં કિરણે નીચાં પડતાં હતાં પણ શ્રેયાંસકુમારે તેને પાછાં સૂર્યમાં જોડી દીધાં તેથી પાછો સૂર્ય પૂર્વના માફક શોભવા લાગ્યો. તે શહેરના આગેવાન ગૃહસ્થને તે જ રાત્રિએ સ્વપ્ન આવ્યું કે એક માણસ મોટા સુભટ સાથે યુદ્ધ કરતે હતો. તે શ્રેયાંસકુમારની સહાયથી વિજય પામે. પ્રભાતે સર્વે સભામાં એકઠા મળ્યા અને પોતપોતાનાં સ્વપ્ન પર પર જણાવ્યાં, પણ તેનું રહસ્ય કોઈ સમજી ન શકયું ત્યારે સભાસદોએ કહ્યું : “આ સ્વપ્નના પ્રભાવથી શ્રેયાંસકુમારને કઈ મહાન લાભ થવો જોઈએ? ઈત્યાદિ નિર્ણય કરી મધ્યાહ્ન સમયે સભા વિસર્જન થવાથી સૌ કોઈ પોતાપતાને મંદિરે આવ્યા. આ બાજુ ઋષભદેવ પ્રભુ ભિક્ષાને માટે મધ્યાહ્ન સમયે ફરતા ફરતા શ્રેયાંસકુમારના મંદિર તરફ આવ્યા. પ્રસાદના ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમારે પોતાના પિતામહ-૪ષભદેવ પ્રભુને દીઠા. પ્રભુને જોતાં તે ઊંડા વિચારમાં પડયે કે–આ મારા પિતામહના જેવા પુરુષને મેં કઈક વખત કઈ સ્થળે દીઠા છે. આ વિચારણામાં પ્રવેશ કરતાં પૂર્વજન્મના પ્રબળ કૃતાભ્યાસથી સહેજ II 358 . Jun Gun Aaradhak True