________________ સુદર્શન મ 336 II રાજાએ પૂર્વ દિશા તરફ એક અશ્વ દોડાવ્યો. અને દક્ષિણ દિશા તરફ સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી એક હાથીને દોડાવ્યો. સૂર્ય અસ્ત થતાં જ્યાં ઘોડો ઊભો રહ્યો, ત્યાં રાજાએ ઘોટકપુર નામનું શહેર વસાવવા અને જ્યાં હાથી ઊભો રહ્યો ત્યાં હસ્તીપુર શહેર વસાવવા આજ્ઞા આપી અને ત્યાંસુધીની જમીનને ઉપભોગ કરવાને હક સુદર્શનાએ આપ્યો. આ હકમાં રાજાએ આઠ બંદર અને આઠ સો ગામ સુદીનાને આપી, પિતાની સાધર્મિક વાત્સલ્યતા યાને સજજનતા બતાવી આપી. ચંદ્રોત્તર રાજાએ ભેટ મોકલાવેલ વહાણો સાર્થવાહે જિતશત્રુ રાજાને સોંપ્યાં. પ્રવેશમહોચ્છવ માટે રાજાએ શહેર શણગાયું. નાના પ્રકારનાં વાજીંત્રના મધુર નાદ સાથે શહેરમાં પ્રવેશ થયે. સુદર્શનાએ પ્રથમ, પરમ ઉપકારી ગુરુને વંદન કરવાને પોતાનો અભિપ્રાય રાજાને જણાવ્યું. તેણીની ઈચ્છાને આધીન થઈ સર્વ જનમંડળ તે તરફ ચાલ્યું. સુદના છે? અહીં શા માટે આવી છે? આ વાત આખા શહેરમાં વીજળીની ઝડપે ફેલાણી. હજારો લોકોનાં ટોળાં તેણીને જોવા માટે મળ્યાં. રસ્તાઓ મનુષ્યથી ખીચોખીચ ભરાઈ ગયા. રસ્તામાં મળેલ કે તેની સ્તુતિ કરતા હતા. આપસમાં તેની જ વાર્તા કરતા હતા. કઈ તેની અનુમોદના કરતા હતા. અહા ! ધન્ય છે આ રાજકુમારીને ! પૂર્વ—જન્મમાં તો આ Jun Gun Aaradhak Ac Gunratnasuri MS. I 336