________________ સુદર્શના કે આ મારી પુત્રી સદર્શના મારા જીવિતવ્યથી પણ અધિક છે. જાતિ-મરણ જ્ઞાનથી પૂર્વજન્મમાં અનુભવેલાં દુ:ખને દેખી સંસારવાસથી ભય પામેલી છે, ઈષ્ટવિષયસુખનો તેણીએ ત્યાગ કર્યો છે. પરમ સંવેગરસમાં નિમગ્ન છે અને મહાન શ્રદ્ધાથી ધર્મ અર્થે જ તમારા શહેરમાં આવે છે માટે હે ધર્મિષ્ઠ રાજ ! તેણીના સંબંધમાં જેમ યોગ્ય લાગે તેમ યોગ્ય વર્તન કરશો.* ઇત્યાદિ ચંદ્વોત્તર રાજાને સંદેશ સાર્થવાહના મુખેથી સાંભળી જિતશત્રુ રાજાએ કહ્યુંસાર્થવાહ ! ઉપગાર કરનારના ઉપર ઉપકાર કરવા તે કોઈ સત્પનું લક્ષણ નથી. પણ પ્રથમથી જ નિરપેક્ષ થઈ જે પહેલો ઉપકાર કરે છે તે વીરપુરુષો દુનિયામાં વિરલા છે. અને ખરેખર પરોપકારી પણ તે જ કહેવાય છે. ઉપકાર કરનાર ઉપર ઉપગાર કરવો તે ઉછીનું લઈને પાછું આપવા બરાબર છે અને તે પ્રમાણે તો દુનિયાના મોટા ભાગનું વર્તન હોય છે જ. સિંહલદ્વીપને અધિપતિ, મહાસત્વવાનું અને ઉત્તમ પુરુષ છે. તેણે મારી ભાણેજીને (શીળવતીને) કુશળક્ષેત્રે અમને પાછી સોંપી છે, તે પ્રથમ ઉપકાર કરનાર સિંહલપતિને હું શું ઉપકાર કરું? આ મારી રાજ્યરિદ્ધિ સર્વ તેને સ્વાધીન કરું તોપણ તેના ઉપકાર આગળ થોડી જ શ છે. છતાં એક દિવસમાં અશ્વ જેટલું દોડે અને હાથી બીજી બાજુ દોડે તેટલું રાજ્ય રાજકુમારી સુદર્શનને હું ભેટ તરીકે આપું છું. તેને ઉપભોગ તે રાજકુમારી જ કરો. આ પ્રમાણે કહી Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust I 335