________________ સુના આશ્ચર્ય કે શેક શાનો? સુંદરી, ખરા પ્રસંગે વિવેકી મનુષ્યએ ધીરજ રાખી વિવેકને ઉપયોગ કરવો જોઈએ. શીળવતી–મનવેલ્લભ ! હું ધૈર્યવાન છું અને મનને ધીરજ પણ આપું છું, પણ આપ મને આમ અકાળે મૂકીને જાઓ છો તે દુ:ખ મારાથી સહન નથી થતું. વળી મારા પિતાએ આપને ભલામણ કરી હતી કે મારે એક જ પુત્રી છે. દેહની છાયાની માફક તેને કોઈ પણ ઠેકાણે એકલી ન મૂકશે.” આપે તે વચનની કબૂલાત આપી છે, છતાં આપ મને મૂકીને કેમ જાઓ છો? રાજકુમાર–સુંદરી ! મને તે વાત યાદ છે. પણ તું સુખમાં ઊછરેલી છે. રસ્તાઓ વિકટ છે. પગે ચાલવું, ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા વિગેરે રસ્તાઓમાં સહન કરવું જોઈએ તે તારાથી કેમ બનશે? શીળવતી–પ્રાણનાથ ! આપ સાથે હોવાથી વિષમ માગ પણ મને ઘર સમાન થશે પણ આપ સિવાય આ રાજમહેલો તે અટવી કે સ્મશાન સમાન મારે મન છે, આપની સાથે રહી દુ:ખ સહન કરવું તે તથા ભિક્ષા પણ સુખકારી છે પણ રાજમહેલમાં રહી આંતર દુ:ખ વેઠવું તે ઠીક નથી. આપ મારી સાથે હશે તો સસરાજીનું કે પિતાજીનું મને કાંઈ પ્રજન નથી. વિદ્વાને ખરું સુખ તેને કહે છે કે જેનાથી મનને Jon Gun Aaradhako P.P. Ac. Gunratrasuri M.S.