________________ સુદર્શના BE કaaaaaaaaaaaaaaaaaaaaaBEEE ધન્નાને વિગ તેના સર્વ કુટુંબને દુઃખરૂપ થઈ પડયો. તેમાં ધનપાળને વિશેષ પ્રકારે દુસહ દુ:ખ થયું. તેના નેત્રમાંથી અશ્રુને પ્રવાહ વહન થવા લાગ્યા. તેનું કઠોર હૃદય પણ કમળ થઈ રડવા લાગ્યું. તત્ત્વજ્ઞાનમાં નિપુણ ધનપાળ આજે મોહનિદ્રામાં ઘેરાવા લાગ્યા. બહેનના સ્નેહે તેને ગાઢ મૂચ્છમાં નાખ્યો. આત્મભાન ભૂલાવ્યું, પણ આ અજ્ઞાનજન્ય મહદશા લાંબા વખત ટકી નહિ. ખરેખર જ્ઞાનસૂર્યના પ્રકાશ આગળ મહીંધકાર ટકી શકતો નથી. જ્ઞાની ધનપાળ થડા જ વખતમાં જાગૃત થયે. તે દુનિયાની દરેક વસ્તુની અનિત્યતા અને આત્મવસ્તુની નિત્યતા વિચારવા લાગ્યો. અને કેટલાક વખત પછી વિચારશક્તિના બળથી મનને શાંત કરી શકો. બહેનના મૃત્યુ સંબંધી કાર્ય કર્યા પછી તેને વૈરાગ્ય દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગે. ખરી વાત છે કે “વિચારશીલ મનુષ્યોને દુનિયાના દરેક પદાર્થો વિરાગ્યનાં કારણરૂપ થાય છે ત્યારે અવિચારવાન અજ્ઞાનીઓને તે જ પદાર્થો રાગનાં કે ખેદનાં કારણે થાય છે.” સંસારના સર્વ પદાર્થો તેને દુઃખરૂપ લાગતા હતા. કોઈ પદાર્થમાં તેને રુચિ કે પ્રીતિ થતી ન હતી. જ્યારે તે એકલો પડતો ત્યારે ધન્નાના ઉત્તમ ગુણોનું સ્મરણ કરતો અને તેમાં તન્મય થઈ જતો હતો. અહા ! ઉંમરમાં નાની છતાં ગુણમાં તેની કેટલી બધી જયેષ્ઠતા હતી, અહા ! ધર્મકતવ્યમાં તેની કેટલી બધી પ્રીતિ ! કેટલી પ્રબળ લાગણી ! અહા ! શું તેણીનું = BEશશશશશ AcGunrainasuri M.S. Jun Gun Aaradhak