________________ સુદર્શના સ મનુષ્યના સર્વ વ્રતો નિરર્થક છે. જે મન, વચન, કાયાવડે પવિત્ર બ્રહ્મચર્ય પાળે છે તે દેવોને પણ પૂજનીક છે. તે જ પવિત્ર અને ઉત્તમ મંગળ સમાન છે સારી રીતે રક્ષણ કરાયેલું બ્રહ્મચર્ય. સર્વ આચારમાં ઉત્તમ આચાર છે. સર્વ વ્રતમાં ઉત્તમ વ્રત તે જ છે અને સર્વ ધ્યાનમાં ઉત્તમ ધ્યાન તે છે. કહ્યું છે કે: - शुचिर्भूमिगतं तोयं शुचिर्नारी पतिव्रता // शुचिर्धर्मपरो राजा ब्रह्मचारी सदा शुचिः // 1 // જમીન પર પડેલું પાણી પવિત્ર છે. સ્ત્રી પતિવ્રતા હોય તે પવિત્ર કહેવાય છે. ધર્મમાં તત્પર હોય તે રાજા પવિત્ર છે, પણ બ્રહ્મચારી તે નિરંતર પવિત્ર છે. સત્ય બોલવું, તપ કર, ઇંદ્રિયને નિગ્રહ કરવો અને સર્વ જીવોની દયા કરવી. આ ચાર પવિત્ર પ્રથમ છે. અને પાણીથી શૌચ કરવું તે તે પાંચમું શૌચ છે. આ ચારે શૌચ વિના પાણીથી સ્નાન કરી પવિત્રતા માનવી તે નિરર્થક છે. કહ્યું છે કે नोदकक्लिन्नगात्रोऽपि स्नात इत्यभिधीयते // सस्नातो यो दमस्नातःस बाह्याभ्यंतरः शुचिः // 1 // પાણીથી ભીંજાયેલ શરીરવાળાને સ્નાન કરેલો કહી શકાય નહિ, પણ જેણે ઇન્દ્રિયોને Ac Gunratnasuri MS Jun Gun Aaradhak