________________ સુદર્શન ( 261} નગરના ઉદ્યાનમાં કેટલાક શ્રમણો આવી રહ્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ મૂઢ લોકે જાય છે. રાજાએ કહ્યું એમ કેમ? તેઓ મૂઢ શા માટે? હું પણ તે ગુરુ પાસે ધર્મશ્રવણ નિમિત્તે જઈશ. પ્રધાને કહ્યું નહિ મહારાજ! તેઓ શું જાણે છે? કાંઈ નહિ, હું જ આપને અહીં ધર્મ સંભળાવું. રાજાએ કહ્યું : નહિ, નહિ, તે ગુરુ પાસે જ જઈશું. મંત્રીએ કહ્યું : આપની જેવી મરજી, ત્યાં જઈને આપ મધ્યસ્થભાવે રહેજે. વાદની અંદર તે સર્વ શ્રમણોને હું પરાજય કરીશ. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાની સાથે પ્રધાન ઉદ્યાનમાં આવ્યો. મંત્રી ઉદ્ધતાઈથી ગુરુશ્રીને ઉદ્દેશીને બોલ્યા. શું આ જ વ્રતધારી છે કે? ગુરુશ્રીએ ગંભીરતાથી કાંઈ પણ ઉત્તર ન આપ્યો. પ્રધાન-બળદની માફક આ શું જાણે છે? અર્થાત કાંઈ નહિ. વગર પ્રજને આવા કટાક્ષનાં વચને બોલતો જાણી આચાર્યશ્રીએ કહ્યું–પ્રધાન! જે તમારી જીભને ખરજ આવતી હોય તો પ્રશ્ન કરો, તેને ઉત્તર હું આપું છું. આચાર્યશ્રીનું વચન પૂરું થતાં જ એક ક્ષુલ્લક (નાને શિષ્ય) વચમાં બોલી ઉઠ અરે ગર્વિષ્ઠ ! ગુરુમહારાજ તો તમને પ્રત્યુત્તર આપશે જ પણ મારા જેવા તેમના અનુચરો Jun Gun Aaradhak Trust P.P.A. Gunratnasuri M.S.