________________ સુદર્શના || 26o| } નિર્મળ તપના પ્રભાવથી આ જન્મમાં અનેક લબ્ધિઓ સિદ્ધ થાય છે. પરલોકમાં મુક્તિ થાય છે. કીર્તિ ઉભય લોકમાં ફેલાય છે. તપોબળથી અનેક લબ્ધિઓ મેળવનાર, વિષ્ણુકુમાર મહામુનિએ ગુરુના કાર્ય અર્થે લબ્ધિ ફોરવી, તીર્થઉન્નતિ કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. વિષ્ણુકુમાર | હસ્તીનાપુરમાં પદ્મોત્તર રાજા રાજ્ય કરતો હતો. તેને જવાલા નામની પરમ શ્રદ્ધાવાળી પટ્ટરાણી હતી. સિંહસ્વપ્નસૂચિત ઉત્તમ લક્ષણવાળા વિષકુમાર નામને તેને પ્રથમ પુત્ર થયે. અનુક્રમે ચૌદ સ્વમ સૂચિત મહાપદ્મ નામના બીજા ચક્રવર્તી કુમારને જન્મ આપ્યો. નાના પ્રકારની કળાઓમાં પ્રવીણ થઈ બન્ને કુમારો યુવાવસ્થા પામ્યા. વિષ્ણુકુમાર સ્વભાવથી જ વિષયથી પરામુખ અને રાજ્ય ગ્રહણ કરવામાં અનાદરવાળો હતો. આ કારણથી રાજાએ મહાપ્રહ્મકુમારને યુવરાજપદે સ્થાપન કર્યો. એ અરસામાં અવંતિ નગરીમાં શ્રીવર્મરાજા રાજ્ય કરતો હતો. તેને નમુવી નામના પ્રધાન હતા. એક વખત મુનિસુવ્રત તીર્થાધિપતિના શિષ્ય સુવ્રતાચાર્ય નામના આચાર્ય અનેક શિષ્યના પરિવારે નગરી બહાર ઉદ્યાનમાં આવી ઊતર્યા. તેમને વંદન કરવા નિમિત્તે જતાં અનેક મનુષ્યને દેખી રાજાએ પ્રધાનને પૂછ્યું કે આ સર્વ લોકે કયાં જાય છે? તેણે કહ્યું–રાજનું ! 26o | AC, Gunratnasuri MS Jun Gun Aaradhak Tn