________________ સુદર્શના | 250 | + 25o || सीलं कुलुन्नइकरं, सीलं जीवस्स भूसगपवरं / सीलं परमसोयं, सीलं सयलावया हरणं // 1 // કુળની ઉન્નત્તિ કરનાર શિયળ છે, જીવનું ઉત્તમ ભૂષણ શિયળ છે, શિયળ પરમ પવિત્રતા છે. સમગ્ર આપત્તિનું હરણ કરનાર શિયળ છે. सीलं दुग्गइदलणं, सीलं दोहग्गकंदनिदहणं / वसवत्तिसुरविमाणं, सीलं चिंतामणिसमाणं // 2 // દુર્ગતિનું દલન કરનાર શિયળ છે, દૌર્ભાગ્યના કંદને નિર્દહન કરનાર શિયળ છે. દેવવિમાન તેને સ્વાધીન છે. ટૂંકમાં કહીએ તો શિયળ ચિંતામણીરત્ન સમાન છે. શિયળના પ્રભાવથી અગ્નિ થંભાય છે. વેતાળ અને વ્યાલનો ભય દૂર થાય છે. સમુદ્ર તરી શકાય છે. પર્વતના શિખરથી પડતી નદી રેકી શકાય છે. શિયળવાન મનુષ્યોની આજ્ઞા દેવો પણ ઉઠાવે છે અને તેના ગુણોનું ગાન કરે છે. હે રાજન ! રાણી કળાવતીને નવીન ભુજા આવવાનો બનાવ પ્રત્યક્ષ બન્યા છે, તે શિયળનો જ પ્રભાવ છે. આ શિયળરૂપ અગ્નિ જે સમ્યકત્વ (ધર્મશ્રદ્ધાન) રૂપ પ્રબળ પવનની સહાય ગ્રહણ કરે તો ઘણુ થોડા જ વખતમાં કમરૂપ ઇંધન (લાકડાં)ને બાળીને ભસ્મ કરે. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trul EHS