________________ સુદર્શના a 248 II રાજા રાણીના પટાવાસમાં આવ્યો. ઘણા કાળે મેળાપ થયો હોય તેમ રાજા રાણીને ભેટી પડયો ધીમા શબ્દ રાજાએ કહ્યું - સુશીલા! મેં તારો અપરાધ કર્યો છે છતાં અજ્ઞાનતાથી કર્યો હોવાથી ક્ષમા કરવા યોગ્ય છે. કળાવતીએ ઉત્તર આપ્યો : વહાલા ! આમાં તમારે કાંઈ દોષ નથી. પણ મારા અશુભ કર્મનો જ દોષ છે, જ્ઞાની પુરુષે કહે છે કે सव्वो पुवकयाणं कम्माणं पावए फलविवागं / ___ अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होइ // 1 // | સર્વ જીવો, પૂર્વકૃત કર્માનુસાર ફળના વિપાકને (સુખ-દુઃખને) પામે છે, ઉપગારમાં કે અપરાધ કરવામાં બીજા જીવો નિમિત્ત માત્ર થાય છે. આ પ્રમાણે બને છે તથાપિ હું આપને પૂછું છું કે એવો તે મેં આપને શું અપરાધ કર્યો હતો કે મને આવો દુઃસહ્ય દંડ આપ્યા. છે રાજાએ કહ્યું : દયિતા ! જેમ વંજુલ વૃક્ષને ફળ હેતાં નથી, અને વડ તથા ઉમરાને ફલ હતાં નથી, તેવી જ રીતે તારામાં દોષનો લેશ પણ નથી, મારી અજ્ઞાનતાથી જ દોષનો ભાસ થયે, ઈત્યાદિ કહીને પોતે કરેલ કુવિકલ્પો વિષે સર્વ હકીકત જણાવી, રાણીએ પણ P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak ? | 248 |