________________ Els: સુકાના / 237 કૃતિકાને નચાવતી, કપની ઉત્કટતાથી ભયંકર ભ્રકુટીને ધારણ કરતી, પ્રત્યક્ષ રાક્ષસીની માફક ચંડાળણી આવી પહોંચો. અને નિષ્ફર શબ્દોથી રાણીને તર્જના કરવા લાગી. આ પાપીષ્ટા! અનિષ્ટ ચેષ્ટા કરનારી રાજલક્ષ્મીનો ઉપભેગ કરનારી, રાજાથી વિરુદ્ધ આચરણ કરતાં તને જરા પણ લજજા ન આવી? તારાં દુષ્ટ આચરણનું ફળ તું ભોગવ. આ પ્રમાણે બોલતી ચંડાળણીએ કૃતિકાથી ભૂજાના મૂળમાંથી રાણીના બન્ને હાથ કાપી લીધા, અને તે લઈને ચંડાળણી ત્યાંથી ચાલી ગઈ. હા! માત, હા! તાત, વિગેરે શબ્દોથી કલ્પાંત કરતી કળાવતી જમીન પર ઢળી પડી. ઘણીવારે સંજ્ઞા પામી વિલાપ કરવા લાગી. હે દેવ ! તું આમ નિર્દયપણે મારા ઉપર શા માટે કે છે? આવો ભયંકર દંડ અકસ્માત મારા ઉપર શા કારણથી? મારા જેવી પાપી બાળાઓ તારા ઘરમાં શું બીજી નથી કે-સ્નેહી હૃદયવાળા મનુષ્ય તરફથી આ દુસહ દંડ? હે આર્ય પુત્ર! તું બુદ્ધિમાન છે છતાં તારું આ અવિચારિત કાર્ય પાછળથી સત્ય જણાતાં તારું કમળ હૃદય પશ્ચાત્તાપથી બળીને દગ્ધ થશે. હે નાથ ! જાણતાં છતાં લેશમાત્ર મેં તારો અપરાધ કર્યો નથી. છદ્મસ્થ મનુષ્ય ભૂલને પાત્ર હોય છે તેથી કદાચ અજાણતાં મારાથી તમારો અપરાધ થયું હશે પણ તેનો આવો અસહ્ય દંડ ? કાનની દુર્બળતાથી કેઈએ મારા વિષે તમને કાંઈ જુદું સમજાવ્યું હશે, તથાપિ મારા II 237 || Jun Gun Aaradhak P.P.Ac. Gunratnasuri M.S.