________________ સુદર્શના | 236 નથી, તું મને કયાં લઈ જાય છે? આ તો અરણ્ય છે. શું આ તે મને સ્વપ્ન દેખાય છે! મારી મતિનો મેહ થયો છે! કે હું ઇંદ્ર જાળ દેખું છું, તું મને સત્ય ઉત્તર આપ. વારંવાર પૂછતી અને દીનમુખ થયેલી રાણીને દેખી તે નિષ્કણ સારથી પણ સકરણ થઈ કાંઈપણ ઉત્તર ન આપતાં રથથી નીચે ઉતરી પડશે. હાથ જોડી શોકથી ગદગદિત કંઠે સારથીએ રાણીને કહ્યું : મહારાણી ! હું પાપી છું. ખરેખર હું નિષ્કરૂણ જ છું. વિધિએ મને આવાં નિષ્ફર કાર્યમાં જેલો છે. સેવાવૃત્તિ દુ:ખરૂપ છે. અનિચ્છાએ પણ પાપકાર્યમાં યોજાવું પડે છે. સ્વામીના હુકમથી શ્વાનની માફક પિતા સાથે યુદ્ધ કરનાર અને સ્નિગ્ધ ભાઈઓનો પણ નાશ કરનાર સેવાવૃત્તિથી આજીવિકા કરનાર ધિક્કારને પાત્ર છે. દેવી ! રાજાની આજ્ઞાથી મારે કહેવું પડે છે કે તમે રથથી નીચા ઉતરો અને આ સાલવૃક્ષની છાયા તળે બેસે. રાજાનો આ આદેશ છે. આ સિવાય હું કાંઈ પણ વધારે જાણતો નથી. આ જિંદગીભરમાં કઈપણ વખત નહિ સાંભળેલાં વીજળીના તાપથી પણ અધિક દુઃસહ સારથીનાં વચનો સાંભળી રાણી રથથી નીચો ઉતરી. ઊતરતાં જ મૂર્છા આવવાથી જમીન પર ઢળી પડી. સારથી રથ પાછો ફેરવી શેક કરતો કરતો શહેર તરફ ચાલ્યા ગયે. ઘણી વખતે પોતાની મેળે મૂર્છા વળતાં રાણી શુદ્ધિમાં આવી. પિતાના ઉત્તમ કુળગૃહને સંભારતી અને રુદન કરતી રાણી વૃક્ષ નીચે બેઠી હતી તેવામાં રાજાના સંકેતથી હાથમાં Ac. Gunratnasuri MS. /236 il Jun Gun Aaradhak