________________ સુદર્શના | 22aa 5 ते केइ मिलंति महीयलंमि लोयणमहसवा मणुया / हिययाओ खणंपि न ओसरति जे टंकघडियाओ // 1 // અહા! નેત્રને મહેચ્છવ તુલ્ય કેટલાક પુરુષો પૃથ્વીતળ પર એવા મળી આવે છે કે-ટાંકણાંથી કરેલા અક્ષરોની માફક એક ક્ષણ ભર પણ હૃદયથી ભૂલાતા નથી. તે રાજાને શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, ઉત્તમ લક્ષણવાળી, તેજમાં તિલોત્તમા સરખી, કળાના કલાપમાં પ્રતિષ્ઠા પામેલી, ઉત્તમ ચરિત્રથી મન હરનારી, જયસેનકુમારથી નાની કલાવતી નામની ગુણવાન કુંવરી છે. કુમારીને લાયક પતિ ન મળવાથી તે રાજકુટુંબ ચિતાથી વ્યગ્ર થયું હતું. એક દિવસે રાજાએ મને જણાવ્યું દત્ત ! બહેનને લાયક પતિની તપાસ કર. પૃથ્વીમાં ઘણાં રત્ન પડયાં છે. તેમ તું વ્યાપારાદિ નિમિત્તે પૃથ્વી પર પરિભ્રમણ કરનાર છે. રાજાની આજ્ઞા મુજબ કરવાને મેં હા કહી. કુમારીનું રૂપ ચિત્રપટ્ટ પર આલેખી લીધું અને ત્યાંથી નીકળી કાલે જ હું અહીં આવી પહોંચ્યો છું.' | દેવ ! મારા મનમાં એ નિર્ણય થાય છે કે આ રત્ન આપને જ ગ્ય છે. કુળગિરિથી પેદા થયેલી સરિતાઓનું સ્થાન તો રત્નાકર (સમુદ્ર) છે. પૂર્ણિમાના ચંદ્રને મૂકી ત્રસ્ના શું બીજા ગ્રહોને આશ્રય કરે છે? નહિ જ, પોતાના સ્વામીને મૂકી આવું ઉત્તમ રત્ન બીજાને ? ? | 29 Jun Gul Aaladnak P.P.AC. Gunratnasuri M.S.