________________ સુદર્શના | 228 વિપરીત શિક્ષણવાળા અશ્વે મને આ સ્થિતિમાં લાવી મૂકે છે. પરોપકારી! તમે પણ તમારું નામ, ઠામ વિગેરે જણાવે. કહ્યું હું શંખપુરથી આવું છું. મારું નામ દત્તશ્રેષ્ઠી છે. દેવશાળપુર તરફ મારું ગમન થવાનું છે. પરચ-પર વૃત્તાંત જણાવી એક સુખાસન પર બેસી અમે બન્ને આગળ જતા હતા તેવામાં સન્મુખ આવતી ચતુરંગ સેના અમારા દેખવામાં આવી તે દેખી સાર્થના લેક ક્ષેભ પામ્યા. પણ તરત જ તે સૈન્યમાંથી એક બંદીવાન આગળ આવી, જયસેનકુમારને દેખી બાલી ઊઠ્યો. મહારાજા વિજયસેન અને રાજકુમાર જયસેનને ઘણી ખમા. જય-જય ઈત્યાદિ શબ્દો ઉપરથી સન્મુખ આવતા વિજયસેન રાજાને જાણી, મારી સાથે બેઠેલો કુમાર સુખાસનથી ઊતરી, સન્મુખ જઈ રાજાને ભેટી પડયો. કુમારને દેખી સૈન્યમાં આનંદ વર્તાઈ રહ્યો. જયસેનકુમારે રાજાને જણાવ્યું, પિતાજી! આ દત્ત સાર્થવાહે મને જીવિતદાન આપ્યું છે. મહારાજા ! આ ઉપરથી હું સમજી શકો કે તે દેવશાળપુરના રાજા અને યુવરાજ પિતાપુત્ર હતા. પુત્ર ઉપરના ઉપકારને લઈ રાજા મારા ઉપર ઘણો સંતુષ્ટ થયો. મને પોતાના પુત્ર તરીકે માની, દેવશાળપુરમાં લઈ ગયો. તે રાજકુમારે મારું મન એટલું બધું સ્વાધીન કરી લીધું કે તેની સજજનતાને લઈને માતા, પિતા કે સ્વદેશ વિગેરે કેટલાક દિવસ પર્યત યાદ જ ન આવ્યું. અર્થાત પરદેશને સ્વદેશતુલ્ય માનવા લાગ્યો. | 228 Ac. Gunratnasuh Jun Gun Aaradhak