________________ પિતાના શહેરથી નીકળી ગુટિકાના પ્રયોગથી શ્યામરૂપ કરી સ્વેચ્છાએ ફરતાં સીંહલદ્વીપના રત્નપુર શહેરમાં આવ્યું. ત્યાં રાજકુમારી અનંગસુંદરી સાથે લગ્ન થયું. તેની સાથે વહાણમાં સુદર્શના પાછા સ્વદેશ આવતાં જહાજ સમુદ્રમાં ભાંગી ગયું. આટલા સમાચાર સાંભળતાં જ અનંગ+ 220|. સંદરી વામણાની પાસે આવી કહેવા લાગી, ભદ્ર! આગળ વર્તમાન જણાવ. પછી વીરભદ્રનું શું થયું? - વામણો–રાજકાર્યને વખત થયો છે. હવે બીજી વાત કાલે જણાવીશ. ત્રીજે દિવસે પૂર્વની માફક કથાની શરૂઆત થઈ. વામણ-વીરભદ્રના હાથમાં એક પાટિયું આવ્યું. પાટિયા ઉપર બેસી સમુદ્ર તરત હતો તેવામાં રતિવલ્લભ વિદ્યારે તેને દીઠો. પિતાના શહેરમાં લઈ જઈ રત્નપ્રભા પુત્રી પરણાવી. તેની સાથે ક્રીડા કરતા તે અહીં આવ્યો હતો. રત્નપ્રભાને અહીં મૂકી તે ઉતાવળો ઉતાવળા અહીંથી ચાલ્યો ગયો. તે સાંભળી રત્નપ્રભા બેલી ઊઠી તે મારો પતિ અહીંથી કયાં ચાલ્યો ગયો? વામણે કહ્યું–તે વિષે હવે પછી કહીશ. એમ કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. કુંભ ગણુધરે જણાવ્યું. સાગરશ્રેષ્ઠી ! ચિંતા નહિં કર. આ વામણે જ તમારે જમાઈ છે. કેવળ ક્રીડા નિમિત્તે તેણે જુદાં-જુદાં રૂપ કરી સ્ત્રીઓને વિરહદુ:ખ આપ્યું છે. તિe Gummatnasun ગણધર ભગવાનનું કહેલું વૃત્તાંત સાંભળી વીરભદ્રે નમસ્કાર કરી કહ્યું પ્રભુ! જ્ઞાન | 22e | Jun Gun Aaradhak In