________________ સુદર્શન દરેક જીવોને ભોગવવું પડે છે. કર્યું તેવું પામીએ અને વાવ્યું તેવું લણીએ.” ઈત્યાદિ અનુભવ આર્યાવર્ત માં રંકથી રાજા પર્યત સર્વને થોડો ઘણો હોય છે. કારણ કે ધર્મની વાસના આ દેશમાં કાંઈ થોડા વખતથી શરૂ થઈ નથી, પણ ઘણા લાંબા વખતથી આ દેશ ધર્મકર્તવ્ય માટે મગરૂર છે. એટલે પિતાના બાળકોનું ભલું ઈચ્છનાર દીર્ધ દૃષ્ટિવાળા દંપતીએ આ બાળકને જેમ વ્યવહારમાં પ્રવીણ કર્યો તેમ આત્મઉન્નત્તિ અને ઉત્તરોત્તર ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે ધર્મમાર્ગમાં પણ સુશિક્ષિત કરવા પ્રયત્ન શરૂ કર્યો. I4 | જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ–આ નવ તો જે જૈનના મુખ્ય સિદ્ધાંતરૂપ છે, તેમાં આ બન્ને બાળકે પૂર્વજન્મના સંસ્કારથી થોડા વખતમાં જ પ્રવીણ થયાં. આત્મા છે. નિત્ય છે. કર્મને કર્તા છે. કર્મને ભક્તા છે. મોક્ષ થઈ શકે છે અને તેને માટે ઉપાય પણ છે. આ છ દ્વારની સમજમાં તેઓએ ઘણો સારો પ્રયત્ન કર્યો હતો. આ તત્ત્વજ્ઞાન ઉપરના શ્રદ્ધાનને સમ્યકત્વ કહેવામાં આવે છે. બાળપણના ઔધિક પણ તાત્ત્વિકજ્ઞાનથી તે બાળકનું હૃદય સુવાસિત થયું હતું. પુત્ર ધનપાલ ઉત્તમ સત્ત્વવાનું અને અપ્રમાદી હતો. તેનું સમ્યકજ્ઞાન નિર્મળ અને c. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust