________________ સુદર્શના || રાપા. દ્વારા રાજાને જણાવ્યો. રાજાને પણ લાયક પતિ મળવાથી સંતોષ થયો. શંખશ્રઠીને બોલાવી | મોટા ઓચ્છવપૂર્વક રાજકુમારીનું વીરભદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું, રહેવા માટે પિતાનો મહેલ આપે. - પૂર્વજન્મના સુકૃતથી નાના પ્રકારના વિલાસ કરતો વીરભદ્ર ત્યાં રહ્યો. સેબતથી રાજપુત્રી પણ ઉત્તમ શ્રાવિકા થઈ સત્સંગ સર્વત્ર સુખરૂપ થાય છે. એક પદ ઉપર વીરભદ્ર વીતરાગ દેવની મૂર્તિ આલેખી આપી, તેની પૂજા-અર્ચા કરવાની વિધિ સમજાવી. તેમજ જૈન મુનિઓ અને સાધ્વીઓની મૂર્તિઓ ચિત્રી બતાવી. તેને નમન વંદનાદિ કરવાની વિધિ પણ સમજાવી. - રાજપુત્રીની પિતા તરફ કેટલી પ્રીતિ છે તેની પરીક્ષા માટે વીરભદ્રે કહ્યું : પ્રિયા ! હું મારા દેશ જઈ માતા પિતાને મળીને થોડા દિવસમાં પાછો અહીં આવીશ. માટે તું શાંત મને કરી અહીં રહેજે. રાજકુમારીએ જણાવ્યું, પ્રિય! તમારા જેવી કૃત્રિમ પ્રીતિ જે મારામાં હોત તો તો તેમ કરવાને રજા આપત. વીરભદ્રે કહ્યું–પ્રિયા ! કેપ નહિ કર. હું તને સાથે લઈ જઈશ. રાજાને પૂછી વીરભદ્ર તૈયાર થયો. રાજાએ ઘણી ઋદ્ધિ સાથે કુંવરીને વળાવી. તે ઋદ્ધિનાં વહાણ ભરી, રાજકુંવરીને સાથે લઈ સમુદ્ર તે પોતાના દેશ જવા માટે વીરભદ્ર રવાના થયો પણ રસ્તામાં પવનના ક તોફાનથી તેનાં વહાણે ભાંગી ગયાં. આયુષ્યની અધિકતાથી અનંગસુંદરીના હાથમાં એક Isi Ac. Guntatnasuri M.S. Jun Gun Aaradhak Trn