________________ હતા. એક દિવસે સીમાડાની નજીકમાં રહેનાર બળ નામના સામંત રાજાએ, જયચંદ્ર રાજાના સન્મુખ બળ ઉઠાવ્યો. તે સમાવી દેવા માટે, મોટું સિન્ય આપી રાજાએ યુવરાજ વિજયચંદ્રને સુદર્શના મોકલ્યો. આપસમાં દાણુ યુદ્ધ થયું તે યુદ્ધમાં હાર પામી વિજયચંદ્ર પાછો ફર્યો. સ્વાભાવિક / 180 રીતે યુવરાજ પર મત્સર ધરનાર ચંદ્રસેનને, તેના ઉપર વિશેષ ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તત્કાળ તે રાજા પાસે ગયો અને ઘણા નિબંધથી (આગ્રહથી) સામતરાજા ઉપર ફરી ચડાઈ લઈ જવા. માટે પોતે વિજ્ઞપ્તિ કરી. રાજાએ તેને આગ્રહ જાણી, બળવો શમાવવા નિમિત્તે મોટું સૈન્ય આપી તેને (ચંદ્રસેનને) મોકલ્યો. પ્રબળ પ્રયત્ને યુદ્ધ કરતાં ઘણી મહેનતે તે સામતરાજાને હરાવી જીવતો પકડી લીધો; અને તેને બાંધીને રાજા પાસે લાવી મૂકો. જયચંદ્ર રાજાને આથી ઘણે સંતોષ થયો. તેણે ચંદ્રસેનને ઘણો સત્કાર કર્યો અને ઘણા હર્ષથી તેને યુવરાજ પદવી આપી. - વિજયચંદ્ર કુમાર પોતાનો પરાભવ થયો જાણી ઘણો દુ:ખી થયો. રાજ્યમાં રહી પરાભવ સહન કરવો તેના કરતાં વનવાસનું સેવન કરવું તે તેને યોગ્ય લાગ્યું. તત્કાળ રાજ્યભૂમિને ત્યાગ કરી, પરદેશમાં અને વનાદિકમાં પરિભ્રમણ કરવા લાગે. દેશાંતરમાં પરિભ્રમણ કરતાં કીર્તિધર નામના આચાર્યનો સમાગમ થયે. તેમના સમાયોગથી ધર્મોપદેશ પામી, સંસાર 1. આવાસથી વિરક્ત થઈ તેણે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે જ્ઞાનાભ્યાસ કરતાં તે સમસ્ત II Go i Jun Gun Aaradhak