________________ સુદશના છે ૧દા છે અને તેઓનો માનવ જન્મ પણ કૃતાર્થ છે. . કેઈપણ મનુષ્ય કુલ, રૂપ, બળ, કાંતિ અને ધનાદિથી રહિત હોય, છતાં સમ્યકજ્ઞાનથી વિભૂષિત હોય તો તે આ દુનિયામાં સર્વ સ્થળે સદાને માટે પૂજાને લાયક છે. ધન વિનાને દાન ક્યાંથી આપે? શરીરની શક્તિ સિવાયના જીવો તપશ્ચર્યા કેવી રીતે કરી શકે? માટે થોડું પણ ઘણું ફળ આપનાર જ્ઞાનદાન અવશ્ય આપવું. દર્શન અને ચારિત્રથી ભ્રષ્ટ થયેલા જીવ જ્ઞાનથી તે બન્નેને પાછો ઉદ્ધાર કરે છે, પણ જ્ઞાન વિનાને જીવ તે બન્ને મેળવી શકતો નથી. માટે ધર્માથી છએ નિરંતર જ્ઞાનનું દાન આપવું. જ્ઞાની પુરુષોને આશ્રય કરો, અને સદા જ્ઞાનની ભક્તિ કરવી. વિશેષ શું કહેવું ? જ્ઞાનદાનથી અનંગદત્તની માફક નિર્મળ કેવળજ્ઞાન પામી, મોક્ષસુખ પણ મેળવી શકાય છે. અનગદત્ત સુદર્શન–ગુરુજી! અનંગદત્ત કેણ હતો અને તેણે જ્ઞાનદાન કેવી રીતે આપ્યું? વિજયકુમાર મુનિ-સુદર્શના! તે વૃત્તાંત હું તમને જણાવું છું. લક્ષ્મીના નિવાસ તુલ્ય મગધ દેશમાં રાજગૃહી નગરી છે. ત્યાં જયચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને કમલાવતી નામની પટ્ટરાણી હતી. તે પટ્ટરાણીની કુક્ષીથી વિજયચંદ્ર અને ચંદ્રસેન નામના બે પુત્ર થયા. આ બન્ને રાજકુમારો સ્વભાવથી જ પરસ્પર ઈર્ષાળુ 1el P.P.Ac Gunratnasuri M.S.