________________ સુદર્શના નગરીમાં વિદ્યાધરોનો ચક્રવર્તિ રાજા તું થઈ શકીશ. માટે મારી પાસેથી વિદ્યાઓ લઈ વિદ્યાધરના ચક્રવર્તિપણાનો અને મારી સાથેના વિષયસુખને તું ઉપભેગ કર. આ પ્રમાણે રાણી રત્નાવળીનાં વચન સાંભળી કંદપને જીતવાવાળા વિજયકુમાર લજજા અનલથી સંતપ્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. આ રાણીએ આટલા વખત પર્યત મને પુત્રપણે પાળીને મોટો કર્યો છે, અને આજે આવા કાર્યને વિચાર કરે છે. અહા ! સ્ત્રીઓના આવા નીચ સ્વભાવને ધિક્કાર થાઓ, ધિક્કાર થાઓ. આ કાર્ય માટે રાણી અને વિદ્યાની અને રાજ્યની લાલચ આપે છે. રાજ્યની મને કાંઈ દરકાર નથી. પણ તેની પાસે ઉત્તમ વિદ્યાઓ છે. જે વિદ્યાઓ મને આજ પર્યત મળી નથી તે વિદ્યાઓ મારે તેની પાસેથી પ્રથમ મેળવી લેવી જોઈએ. મેહ કે કામને આધીન થયેલી તે રાણી મને વિદ્યા આપતાં વાર નહિ કરે. વિદ્યા લીધા પછી મારે મારી મર્યાદાનુસાર તેણી સાથે વર્તન કરવાનું છે. ઈત્યાદિ વિચાર કરી તિરસ્કારજનક આકારને ગોપની વિજયકુમારે રાણીને જણાવ્યું રત્નાવળી! મને તમે હમણાં વિદ્યા આપે. ભવિષ્યની મોટી આશાથી રત્નાવલીએ પોતાની પાસે જેટલી વિદ્યાઓ હતી તે સર્વ વિધિ સહિત વિજયકુમારને આપી. સર્વ વિદ્યાઓ લીધા પછી વિજયકુમારે રત્નાવળીને જણાવ્યું. અમ્મા ! આજ પર્યત મેં તમને અમ્મા (મા) પગે માન્યાં છે, પુત્રપણે બાલ્યાવસ્થાથી આજપર્યંત તમે મને ઉછેરેલો હોવાથી તમે મારી માતા P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak T30