________________ - સુદર્શન # 16. } અને સ્વાર્થને એક બાજુ મૂકી પરનું કાર્ય કરવામાં સ્વભાવથી જ તત્પર રહે છે. - રાજકુમાર ! ભુવનમાં તિલક તુલ્ય આસુરમ્ય નગરીની દુર્લભ રાજ્યલક્ષ્મીની સુખ સંપત્તિ તને પ્રાપ્ત થાય તેવી મારી ઈચ્છા છે. તે ઈચ્છી મારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી તને મળી શકે તેમ છે. મનુષ્યત્વનો સાર એ છે કે, રોગરહિત સુંદર શરીરની પ્રાપ્તિ થવી. ધનને સાર એ છે કે, પોતાના ભોગપભોગમાં તેને ઉપયોગ કરવો અને દાન આપવું. તેવી રીતે આ નવ યૌવનનો સાર એ છે કે, પ્રિયતમ યાને વ્હાલા મનુષ્યને સંગ થે. રાજકુમાર ! મારા કહેવા પરમાર્થ તું સમયે હાઈશ. છતાં સ્પષ્ટ રીતે હું તને સમજાવું છું કે, તું મારો પુત્ર નથી. એ ચોક્કસ નિર્ણય સમજજે. વિજયકુમાર–શું હું તમારો પુત્ર નથી? રત્નાવળી–નહિ, નહિ બિલકુલ નહિ. રત્નાવળી-કુણાલા નગરીને આહવમઢ નામે રાજા, તે તારે પિતા છે અને તેની કમળશ્રી નામે પટ્ટરાણી રે તારી માતા છે. બાળ અવસ્થામાં જ તારું અપહરણ કરીને મારા પ્રિયતમ તને અહીં લઈ આવ્યા છે. માટે જ હું તને કહું છું કે તું મારું વચન અંગીકાર કર તારા સૌભાગ્ય, રૂપ અને યૌવનને મારા સંગમનું સુખ આપી તું સફળ કર. તેમ કરવાથી હું તને અનેક શક્તિવાળી વિદ્યાઓ આપીશ. તે પ્રબળ વિદ્યાના પ્રભાવથી આ સુરમ્ય R{ I 16o | Ac Gunratnasunims Jun Gun Aaradhak