________________ સુદર્શના અહા! આવા ભયંકર પહાડ પર હું નિરાધારપણે એકલી કયાં જાઉં? અરે નિષ્ફર વિધિ! તારામાં આટલી બધી નિર્દયતા છે! તેં મને અત્યારે કેવી સ્થિતિમાં લાવી મૂકી છે! એવો તે તારો મેં શો અપરાધ કર્યો છે? ઇત્યાદિ. ભયમાં આવી પડેલી રાજબાળાએ અનેક પ્રકારે વિધિને ઓળંભે આપ્યો, પણ તેનાં દુ:ખમાં કાંઈ ઘટાડે ન થયે. ત્યારે પૂર્વકમને પશ્ચાત્તાપ કરતાં સ્વગત બોલવા લાગી કે-હે જીવ! પૂર્વભવને વિશે, નિયમાદિ લઈને પૂર્ણ રીતે તેં પાળ્યાં નહિ હોય. અથવા કેઈની થાપણ ઓળવી હશે, અથવા વિશ્વાસુને ઠગ્યા હશે, અથવા કોઈને અયોગ્ય સલાહ આપી હશે, અથવા હાસ્યથી બાલકનો માતા સાથે વિગ કરાવ્યું હશે અથવા મેં કોઈની સંપત્તિ હરણ કરી હશે, તે સિવાય વગર પ્રજને અકસ્માત આ વિપત્તિ કયાંથી આવી પડી ? હે જીવ! દુનિયાનાં સર્વ પ્રાણિઓ પોતાનાં કરેલ કર્મને અનુભવ કરે છે તે તેને પણ આ વખતે પૂર્વકૃત કર્મ ઉદય આવ્યું છે, તે ધીરજ રાખી સહન કર. વિલાપ કરવાથી શું વળવાનું છે? વિવેકી મનુષ્યએ સંપત્તિની પ્રાપ્તિ વખતે હર્ષ ન કરે જોઈએ તેમ વિપત્તિ વખતે શક પણ ન કરવો જોઈએ. ઇત્યાદિ અનેક પ્રકારે પોતે પિતાને ધીરજ આપતી શીળવતી ત્યાં જ રહી. વિષમ વિપત્તિના વખતમાં મનુષ્ય ધીરજથી જ તેને પાર પામે છે, તેમ ધારી શીળવતી સાહસ અવલંબી ભય, શોક, મેહથી રહિત થઈ કર્મગ્રંથિને તેડનાર પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ Ac. Gunnatasun MS || ક | Jun Gun Aaradhak True