________________ જમીન પર આફાલન કરત સિંહ દેખા. કેઈ સ્થળે દુર્ધરારવ કરતા વરાહ દેખાતા હતા. કઈ બાજુ સૂઢાદંડ ઊંચા કરી દોડાદોડ કરતા હાથીઓ જણાતા હતા. કેઈ સ્થળે શૃંગના સુદર્શનાર અગ્રભાગે કરી શિલાઓને ઉછાળતા વનમહિ જોવામાં આવતા હતાં. તે કોઈ સ્થળે ચપળા સ્વભાવના વાનરેના યૂથ ફરતાં હતાં તે કઈ ઠેકાણે ભયંકર કુત્કાર મૂકતા મણિધરે (સર્પ) ilષા . ફરી રહ્યા હતા. કોઈ સ્થળે કિલકિલારવ કરતા વિકરાળ વેતાળી, રૌદ્ર શબદ કરતા પિશાચ, અને કર્તિકા લઈ કૂદતી શાકિનીઓના પડછાયાના આકાર જણાતા હતા. આ પ્રમાણે ચારે દિશાએ શ્વાપદાદિના શબ્દોના પ્રતિરોથી (પડછંદાથી) નિર્જન પ્રદેશમાં એકલી રહેલી શીળવતીને તે પહાડ ભયંકર ભાસતો હતો. પવનથી ખડખડતાં ઝાડના શુષ્ક પત્રોને અવાજ સાંભળતાં જ દુષ્ટ જાનવરની શંકાથી તેણીનું ગાત્ર કંપતું હતું. કેટલીક વખત તે સહજ ખડખડાટ થતાં વિજયકુમારની આવવાની શંકાથી તેણી સન્મુખ દોડી જતી હતી પણ જ્યારે તેને નહિ દેખાતી ત્યારે નિરાશ થઈ પાછી મૂળ સ્થળે આવીને બેસતી. વિજયકુમાર હમણાં આવશે. આ બાજુથી આવવા જોઈએ. તેઓ મારા રક્ષણને માટે જ આવ્યા છે. વિદ્યાધરના હાથમાંથી છોડાવવા માટે મારા પિતાએ જ મોકલ્યા હશે. ઈત્યાદિ નાના પ્રકારના સંકલ્પ કરતાં ઘણી વખત ગયે પણ વિજયકુમાર પાછો ન જ આવ્યું. છેવટે નિરાશ થયેલી બાળા શોકસમુદ્રમાં પેસી નાના પ્રકારના વિચાર કરવા લાગી. Ac Ganratnasuri M.S. Jun Gun Aaradhak / 95TI