________________ સુદરશના I81 પ્રાપ્ત કરવા લાયક કાંઈ પણ બાકી ન રહેલું હોવાથી હાથમાં જપમાળા રાખતા નથી, સર્વજ્ઞ હોવાથી જેને પુસ્તકની બિલકુલ જરૂર નથી. પૂર્ણ હોવાથી ધ્યાન કરવાની જેને જરૂર નથી. દુર્જય કામમાતંગ (હાથી)ના કુંભસ્થળ વિધારવામાં જે સિંહ તુલ્ય છે, ક્રોધ દાવાનળ બુઝાવવામાં પુષ્પરાવર્ત મેઘ સમાન છે, શોક સપને વશ કરવા ગરૂડ તુલ્ય છે, હવૃક્ષ ભાંગવાને એરાવણ હાથી સમાન છે. માન મહીધર (પર્વત)નું ચૂર્ણ કરવાને વતુલ્ય છે, સંગથી રહિત જિતેન્દ્રિય. મમત્વ વિનાના, નિરભિમાની અને શત્રુ ઉપર સમદષ્ટિથી જોનાર તે દેવાધિદેવ મહાદેવ કહેવાય છે. | સર્વ જીવની રક્ષા (દયા) કરનાર, સર્વના ગુરુ થવાને લાયક, સર્વને હિતકારી ધર્મ બતાવનાર, આત્મિકગુણાધિકતાથી સર્વને નમન કરવા યોગ્ય, સર્વજ્ઞ અને સર્વદશી તે પરમેશ્વર કહેવાય છે. ક્રોધ, માન, ભય, દ્વેષ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, હાસ્ય, ખેદ, વિષયાભિલાષ, મદ, રતિ, વંચન, જનન, નિદ્રા અને લોભ, આ અઢાર દોષ જેનામાં બિલકુલ ન હોય તે પરમાત્મા કહેવાય છે. જે દેવોને પણ દેવ છે. કેવલજ્ઞાન કેવલ દર્શનથી હરસ્તામલકની માફક જે લોકાલોકને ન જાણનાર છે. શાશ્વત સુખના નિધાન સરખા, અપ્રતિહત જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર // 81 A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu