________________ પુણ્યપાલ ચરિત-૨ 73 જતા રહે. સાંજ પડવામાં એક પ્રહરથી વધારે વાર નથી. અહીં પણ તમે કાળના મુખમાં છે.” : પુણ્યપાલે કહ્યું : “તું કેવી છે? અતિથિને બેસવાનું પણ ન કહ્યું ? એક ઘૂંટડે પાણી પિવડાવીને તે વિદાય કર. મોતને મોઢામાં તું જીવતી છે, તે હું પણ જીવતે રહી શકું છું. જે દેવીએ આપણને આવી રીતે અચાનક ભેગાં કર્યા, એ હવે બંનેનું રક્ષણ પણ કરશે. હું જાતે તે રહીશ, પરંતુ આ નગરની જનશૂન્યતા અને તારે અહીં રહેવાનો ભેદ જાણ્યા વિના નહીં જઉં.' ' આમ કહી પુયપાલ એક ખાલી બેઠક પર બેસી ગ. રાજકુમારી પણ પલંગ પરથી ઉતરી, બીજી બેઠક પર પયપાલ પાસે આવી બેસી ગઈ. પછી બોલી : “તમને હાથ જોડું છું. પ્રશ્નોના જવાબ સાંભળ્યા પછી તરત જતા રહેજો. સાંજ પડવામાં એક પ્રહર બાકી છે. મારી વાત હું જલ્દી પૂરી કરી દઈશ.' - “સારુ કહો.” પુણ્યપાલે કેણુના ટેકે પિતાને હાથ ઊંચે કર્યો અને તેના પર પિતાની ચિબુક ટેકવીને રાજકુમારીના મુખ તરફ જવા લાગ્યા. રાજકુમારી તેને એક -વાર્તા જેવું સંભળાવવા લાગી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust