________________ કરે પુણ્યપાલ ચરિત-૨ આમ વિચારી પુયપાલ બીજા રાજમાર્ગ પર પહોંચી ગયે. ઘેડે આગળ ગયે તો નવ ઓરડાનું એક ભવન આવ્યું. એ રાજમહાલય હતું. પુર્યપાલ ફટાફટ સીડીઓ ચડવા લાગ્યો. પાંચમા માળ પર ઊભે રહ્યો તે આશ્ચર્યથી જોયું. સુવર્ણમંડિત પલંગ પર એક દિવ્ય સુંદર બાળા બેઠી હતી ચંદનને પલંગ હતું અને સેળ વર્ષની બાળા જાણે કેણ હતી. નિર્ભય થઈ પડ્યપાલે પૂછ્યું : “આટલા મોટા નગરમાં તું એકલી રહે છે? તારાં માતા-પિતા અહીં નથી ? તું કેણ છે? આ દેશની રાજકન્યા છે ? બધા કયાં ગયા ?" ભાઈ ! જેમ મને જોઈ તમે ચકિત-વિમિત છે, તેમ હું પણ તમને જોઈ હેરાન છું, આનંદિત પણ છું. અહીં કેમ આવ્યા ? કેવી રીતે આવ્યા?, રાજકન્યા ! મારા પ્રશ્નને તમે જવાબ આપે નહીં. પરંતુ હું પહેલાં તમારા પ્રશ્નોને જવાબ આપું છું. નગ૨માં પ્રવેશ કરવા માટે કે રોક-ટોક ન હતી. મેતના મોઢામાંથી નીકળી અજાણતાં અહીં આવ્યો હતો. હવે તમે મારા પ્રશ્નોના જવાબ આપો. આ “ભાઈ! તમારું આવવું મને સારું લાગે છે. પરંતુ જવાનું તેનાથી પણ વધારે સારું લાગે છે. તમે તરત જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust