________________ સંપાદકીય સાહિત્યમાં કથા સૌથી વધુ સરળ અને શીધ્ર અસર કરનારી વિદ્યા છે. વિશ્વ-સાહિત્યમાં પણ વાર્તા–સાહિત્ય સૌથી વધુ પ્રિય રહ્યું છે. તેથી બીજા સાહિત્ય કરતાં તેને વિસ્તાર પણ વ્યાપક ફલક પર થયો છે. ભારતીય સાહિત્યમાં પણ વાર્તાઓના રૂપમાં વિશાળ સાહિત્ય જોવા મળે છે. વાર્તાસાહિત્યને અખૂટ ભંડાર - ભારતીય સાહિત્યની વિશેષ સંપત્તિ છે. ભારતીય સાહિત્યમાં પણ જેને તથા બૌદ્ધ કથાસાહિત્ય પિતાનું વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. શ્રમણ પરંપરામાં જૈનો તથા બૌદ્ધોએ ભારતીય વાર્તા–સાહિત્યમાં વધારો જ નથી કર્યો, પરંતુ તેને નવી દિશા પણ આપી છે. વાર્તાને મૂળ હેતુ મનોરંજન તથા મનોરંજનને માધ્યમ વડે બોધ આપવાનો છે, શ્રમણ પરંપરાના વાર્તા–સાહિત્યમાં વાર્તા ફક્ત મનોરંજન માટે જ નથી, પણ મનોરંજન સાથે વૈરાગ્ય આચાર, ધર્મ, દર્શન, નીતિ, પુનર્જન્મ કર્મ–ફળ વગેરે વિષયની રજુઆત કરવાનું રહ્યું છે. બૌદ્ધોની જાતક કથાઓ પણ લગભગ આ જ લીની છે. જૈન વાર્તાસાહિત્યનો તો મૂળ હેતુ જ આ પ્રમાણે રહ્યો છે–વાર્તાના માધ્યમ દ્વારા કોઈ ને કોઈ પ્રેરણા આપવી.” આગમોથી શરૂ કરીને પુરાણ, ચરિત્ર, કાવ્ય રાસ તથા લેકકથાના રૂપમાં જૈન ધર્મની હજાર વાર્તાઓ પ્રસિદ્ધ છે. પુરાણ, રાસ તથા આખ્યાનના રૂપમાં તે આજે પણ રસપૂર્વક વંચાય છે. મોટા ભાગનું વાર્તા-સાહિત્ય પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, ગુજરાતી અને રાજસ્થાનની ભાષામાં હોવાને કારણે અને તે પદ્ય–બદ્ધ હોવાને કારણે મોટા ભાગના વાચકે તેને લાભ ઊઠાવી શકતા નથી, ફક્ત તેને મહિમા અને વર્ણન સાંભળીને જ કંઈક જાણી શકે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust