________________ પ્રકાશકીય વાર્તા લેક–સાહિત્યનું હૃદય છે. સાક્ષર, નિરક્ષર, બાળકવૃદ્ધ, ધનવાન કે ગરીબ બધાને તે સમાન રીતે ઉપયોગી છે. વાર્તા સાહિત્યની આ એક વિશેષતા છે કે, જે જેટલી સાંભળવામાં આવે છે, તે બધી જ કુદરતી રીતે યાદ રહી જાય છે. જીવનમાં સંસ્કાર રેડવા માટે વાર્તા કરતાં અન્ય કોઈ સુગમ સાધન નથી. * આજ કારણને લીધે વિશ્વના દરેક ભાગમાં વાર્તા સાહિત્ય લેકપ્રિય રહ્યું છે. - જૈન વાર્તા સાહિત્ય ખૂબ વિશાળ છે, જે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને વિવિધ પ્રાન્તીય ભાષાઓમાં લખાયેલું છે. શ્રદ્ધેય ગુરૂવર્યા અધ્યાત્મયોગી ઉપાધ્યાય શ્રી પુષ્કર મુનિજી મહારાજે જૈન કથાઓ આધુનિક ભાવ-ભાષામાં રજુ કરીને હિન્દી સાહિત્યને એક મહાન ભેટ આપી છે. કથાની ભાષા સરળ અને રેચક છે. કથાની ઘટના અને વસ્તુ સરળ આકર્ષક છે. આ કથાઓનું સંપાદન કરવાનું શ્રેય સમર્થ સાહિત્યકાર શ્રી દેવેન્દ્ર મુનિજી તથા કલમ–કલાધર બીચન્દજી સુરાના “સરસ”ને છે. આ સાહિત્ય ગુજરાતીમાં પ્રગટ કરવાની અનુમતિ આપવા બદલ પૂજ્ય ગુરુદેવ શ્રી પુકર મુનિજી તથા શ્રી દેવેન્દ્ર મુનિજને અત્યંત આભાર માનું છું. આવા સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર થાય અને ગુજરાતની જનતા તેનો લાભ લઈ શકે તે હેતુથી ગુજરાતીમાં આ પુસ્તક રજુ કરતાં આનંદ અનુભવું છુ. મારા સ્નેહી શ્રી ચન્દ્રકાન્તભાઈ અમીનને ગુજરાતી અનુવાદનું કામ સેંપવામાં આવ્યું અને તેમણે સહપ ઉમંગથી ત્વરિત અનુવાદ કરી આપ્યો તે બદલ શ્રી ચન્દ્રકાતભાઈ અમીનનો પણ આભાર માનું છું. ' આ જ રીતે મુનિજીનું સાહિત્ય ગુજરાતી જનતા સમક્ષ પાંચ પુસ્તક રૂપે પ્રકાશન કરવાની યોજના હતી. પરંતુ ગુજરાતની કદરદાન જનતાના આવકારને લક્ષમાં લઇને આ સોળમું પુસ્તક પુણ્યપાલ ચરિત્ર વાચકોના કરકમળમાં મૂકતાં આનંદ અનુભવું છું. ગુજરાતની જનતા આ સાહિત્યને આવકારશે એવી અપેક્ષા સાથે. . ધનરાજભાઈ કોઠારી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust