________________ પુણ્યપાલ ચરિતે પારખુઓ ચિડાયાઃ આ તે બુધ્ધ છે. એણે રત્ન જોયો જ નહીં હોય. અમારી પારખશક્તિને આ પડકાર કરે છે? મંત્રીને અવાજ સંભળાઃ . મર્યાદા~મર્યાદા પારખુઓ! સભાની મર્યાદા રાખે.. પરદેશી યુવકને પિતાની વાત કહેવા દે. યુવક ! તમે એ. સિદ્ધ કરે કે આ ચાર સાચાં છે અને આ ચાર ખોટાં છે.” પુણ્યપાલ ગંભીરતાથી બે - “સિંહલેશ્વર અને મહામંત્રી ! બંને સાંભળો. પહેલાં. હું ગુણ તફાવતના આધારે એક એક રત્નનું સાચું-ખોટું માપ બતાવું છું.” પુણ્યપાલે મેં રત્ન લીધા. એક સાચા રત્નમાંથી અને. એક ખોટા રસ્નેમાંથી. એવામાં બંને એક સરખાં જ હતાં.. એક-એક રત્ન હાથમાં રાખી પુણ્યપાલ બોલ્યું : - “મારા ડાબા હાથમાં પારખુઓએ બતાવેલે સાચે. હીરે છે અને જમણા હાથમાં ખોટો છે. મારી પરખ. તેમનાથી જુદી છે. અર્થાત્ આ સમયે મારા જમણા હાથમાં જે રત્ન છે તે સાચું છે અને ડાબા હાથવાળું બેટું. હવે બંને વચ્ચેનો તફાવત સાંભળે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust