________________ કર્મ–કૌતુક-૪ 461. છે. ભૂખને કારણે હરિદત્ત પોતાને વિવેક ખોઈ બેઠે અને ગુસ્સાથી બોલ્યા : કૂતરી રોજ તો હું તને ખવડાવું છું. આજે ધીરજ ન રાખી અને આખી રોટલી ખાઈ ગઈ? ઊભી રે,. હું તને બતાવું છું.” આમ કહી હરિદરો કૂતરીને જોરથી ડેડ માર્યો. તેનાથી કૂતરી મરણસન્ન બેભાન થઈ ગઈ. થોડીવાર પછી એ ભાનમાં આવી. આટલી કથા સંભળાવ્યા પછી મુનિ કર્ણાકરે પતંગ-. સિંહને કહ્યું : રાજન ! તમે જ પૂર્વભવમાં બ્રાહ્મણ હરિદત્ત હતા. રાજ્યના રાજા બન્યા. જે સ્ત્રીઓએ તમારા પાત્રદાનની. પ્રશંસા કરી એ જ સાતે સ્ત્રીઓ આ ભવમાં તમારી પનીઓ થઈ છે. “રાજન ! ગુના વિના કૂતરીને તમે ડંડો માર્યો હતે. અને થોડીવાર માટે તે એ મરી જ ગઈ હતી. એ જ કૂતરી આ ભવમાં તમારી વિમાતા રાણી અનંગમાલા બની અને ખોટા આક્ષેપ લગાવી તમને મૃત્યુદંડ અપાવ્યું. એ ભવમાં ફરી પણ મરી ન હતી, તમે પણ મર્યા ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust