________________ 454 કમ-કૌતુક-૪ દાસી સુલખાએ બધું સાચેસાચું કહી દીધું. પછી તે રાણી અનંગમાલાને પણ સાચું જ બોલવું પડયું. છેલ્લે પતંગસિંહે પણ કહ્યું કે રાજન જ્યારે તમારા. પુત્રએ તેની કુત્સિત ઈરછા નકારી તો એણે કહ્યું કે હું તારા પ્રાણ લઈ લઈશ. આ અપરાધને કારણે તમે તમારા. પુત્રને પ્રાણદંડ આપે હતો. હવે તે રાજા જિતશત્રુ રડવા લાગ્યા. બાળકની જેમ. ધૂમકે-ધ્રુસકે રડ્યા. મંત્રી ગુણવર્ધને તેમને ધીરજ આપતાં કહ્યું : આનંદના સમયે શોક ન કરો રાજન ! તમારો. ચરિત્રવીર પુત્ર પતંગસિંહ જ તમારી સમક્ષ છે.” રાજા કશું કહે ત્યાં જ પતંગસિંહ તેમના પપમાં. પડે. વિસ્મય ભરેલે આનંદ આખી સભામાં વ્યાપી ગયો. વીજળીની ગતિએ આખા નગરમાં પતંગસિંહ આવ્યાના. આનંદ સમાચાર ફેલાઈ ગયા. પછી રાજા જિતશત્રુએ અનંગમાલાને પ્રાણદંડને આદેશ આપે. પણ દયાવીર : પતંગસિંહે તેને માફી આપી. છતાં પણ રાજાએ તેને. પેતાના નગર અને રાજ્યમાંથી કાઢી મૂકી. ત્યાર પછી. પતંગસિંહે પિતાની પ્રવાસ કથા શરૂઆતથી અંત સુધી. સંભળાવી. પતંગસિંહની પ્રાણુરક્ષાનું વિશેષ શ્રેય આચાર્ય સોમદત્તને જ હતું. આ જાણી રાજા જિતશત્રુએ એમને. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust