________________ કર્મ-કૌતુક-૪ 451 જે આ સપનું સાચું પણ હશે તે હું બહુ પ્રસન્નતા સાથે પિતાનું રાજ્ય એ રાજાને આપી દઈશ. કારણ કે મરા રાજ્યનો કોઈ ઉત્તરાધિકારી તો છે જ નહીં. એક ને એક દિવસે તો અહીં કોઈ વિદેશી રાજાનું જ રાજ્ય થવાનું છે.” તેના બીજા દિવસે જ રાજા જિતશત્રુના રાજસેવકોએ તેમને સમાચાર આપ્યા કે વિશાળ સેના સહિત કેઈ રાજા આપણા નગર પાસે આવી ગયા છે. કહેતાં તો રાજા જિતશત્રુ રાજ્ય આપવાની વાત કહી ગયા, પણ જ્યારે કહેલું સપનું સાચું જ થઈ ગયું તે બહુ જ ગભરાયા અને મંત્રી ગુણવર્ધનને કહ્યું : મંત્રી ! તમારું સપનું સાચું પડવું, હવે શું કરવું જોઈએ? તમે કઈક ઉપાય કરો.” મંત્રી બોલ્યા : હું અને તમે જઈએ. આક્રમક રાજાનું સન્માન કરી અહીં લઈ આવીએ, ત્યારે તેનો ગુસ્સો શાંત થશે! - બંને જ પતંગસિંહ પાસે ગયા. રાજા જિતશત્રુ પતંગસિંહને ઓળખી ન શક્યા. ઓળખે પણ કેવી રીતે ? પતંગસિંહ અઠાવીસ–તીસ વર્ષ પિતાથી જુદે રહ્યો હતો. તેને મૂછ ફેટી હતી અને તેથી ઓળખ બદલાઈ ગઈ હતી. તેથી તેને એક આક્રમક રાજા જે સમજી જિતશત્રુએ કહ્યું : * . , છે : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust