________________ કર્મ–કૌતુક-૪ 49 પ્રસકે-ધ્રુસકે રડયા પણ તેમનાં આંસુ સુખનાં આંસુ હતાં. પતંગસિંહે આજ સુધીનો અહેવાલ હતો તે ટૂંકમાં સંભલાવ્યું. બધું સાંભળ્યા પછી આચાર્યએ કહ્યું : પુત્ર ! હવે તે તારા પિતા જિતશત્રુ પણ બહુ પસ્તાય છે. રાણી અનંગમાલા તેમની બહુ ઉપેક્ષા કરે છે. તેથી એ વધારે દુઃખી છે કે આ દુષ્ટાને કારણે મેં મારા પુત્રને મારી નંખાવ્યો અને એ જ હવે કૂતરીની જેમ ઘુરકિયાં કરે છે.” વત્સ ! રાજા જિતશત્રુ તને યાદ કરી રડતા રહે છે. હવે તું આવી ગયે તે જાણે તેમના પ્રાણ જ આવી ગયા.' પતંગસિંહ બોલ્યો : આચાર્ય ! પહેલાં હું વિમાતાના કરતૂતનો ભંડે ફેડીશ, ત્યારે તેમની સામે પ્રગટ થઈશ. તમે પણ એમને કશું કહેશે નહીં. હું મંત્રી ગુણવર્ધનની પાસે જ જઈ રહ્યો છું. હમણાં એ પણ કશું નહીં કહે. પરમ દિવસે. હું પણ અહીંના ઉદ્યાનમાં આવી જઈશ.” ઘણા સમય સુધી વાતે થઈ. ત્યાર પછી પતંગસિંહ પિતાની જાંઘ ચીરી આચાર્યનાં ચાર મોતી કાઢયાં અને પછી તરત જ શિરાલજૂનના પાંદડાનું ચૂર્ણ ભરી દીધું, તે ઘા તરત રુઝાઈ ગ. પછી આચાર્યને ચારે રન આપી કહ્યું : , , 29 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust