________________ 414 કર્મ-કૌતુક-૩ અધોમુખને રાજપુરોહિત બહુ ઉત્સાહ સાથે બનાવીશ.” આ પ્રમાણે એ પ્રસંગ ટળી ગયે. આમ તે પતંગ - ગસિંહે યમલેકથી પાછા ફરવાની અવધિ છ મહિનાની માગી હતી. પણ રાજા. વિચારતા હતા કે યમલોકથી પાછે જ કોણ આવશે ? મારી સામે બળી મરી પૂનમચન્દ્ર હવે ક્યાં પાછે આવશે ? છ મહિનાની પ્રતીક્ષા - કરવી મૂર્ખતા છે. લક-મર્યાદાને ખાતર તેર દિવસ જ - પૂરતા છે. ત્રણે પાપી તેર દિવસ પસાર થવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા. (અનુસંધાન કર્મ-કૌતુક-૪) P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Aaradhak Trust . .