________________ પુણ્યપાલ ચરિત-ઇ. * “તું હવે મને બનાવવા લાગી ? હું એટલે મૂર્ખ નથી કે તારી વાતમાં આવી જઉં? તારે અહીં રહેવું પડશે. ગાંડી વાત ન કરીશ. તું મારી સાથે રખડી નહીં શકે. - કનકમંજરી બોલી : “હું તમારી સાથે રખડવા ક્યાં માગું છું. ? પરંતુ. તમે તમારી વાત તે સ્વીકારશે ને ? યાદ છે, તે દિવસે શું કહ્યું હતું ? - “શું કહ્યું હતું? મને યાદ નથી. તું કહે.” કનકમંજરીએ પુણ્યપાલને કહ્યું : - “સાચું કહું છું, મારા જેવા મૂર્ખ પતિ ઉપર તારા . જેવી ચતુર પત્નીનું શાસન ચાલે તે શું માંથી શું થઈ જાય? તમને આ શબ્દો યાદ છે કે નહીં ?' - પુણ્યપાલ હસવા લાગ્યા. બેઃ તું ચતુર તે છે જ. કહેવા શું માગે છે ? તારા, શાસનમાં ચલાવ. હું તૈયાર છું.” બસ, એ માની લે કે છાયા કાયાની સાથે રહેશેહું તમારી સાથે આવીશ. તમને મારી સેવા ગમતી નથી?' મને તરછોડશે ?' ' પુણ્યપાલની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યાં. બોલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust