________________ 344 કર્મ-કૌતુક-૨ ક ચનપુરના લોકેની જાણકારીમાં પતંગસિંહ હવે આ સંસારમાં ન હતું. ત્યાંના સ્ત્રી-પુરુષે ધીમા અવાજે રાજા-રાણીને ગાળો આપતાં હતાં. પીઠ પાછળ રાજાને પણ ગાળ આપી શકાય છે. પરંતુ રાજાના મેં ઉપર ' કિોઈને કશું કહેવાનું સાહસ ન હતું. પરંતુ કંચનપુરવાસીઓનાં મન એ માનવા તૈયાર ન હતાં કે પતંગસિંહે આવો અપરાધ કર્યો પણ હશે, જેવી કે ચર્ચા છે. આચાર્યજીએ એક દિવસ મંત્રી ગુણવર્ધનને પણ બધું રહસ્ય જણાવી દીધું હતું. પતંગસિંહના જીવતા રહેવાનું રહસ્ય કંચનપુરમાં ત્રણ જ વ્યક્તિઓ જાણતી હતી : આચાર્ય સોમદત્ત. તેમની પત્ની ગાયત્રી અને મહા, મંત્રી ગુણવર્ધન. બીજા બધાની નણકારીમાં તો પતંગસિંહ સ્વર્ગે સિધાવી ગયે હતો. ( આ પ્રમાણે સમય પસાર થતો હતો. આ વસંતપુર નામનું એક નગર હતું. અહીં નરસિંહ નામના રાજા રાજ્ય કરતા હતા. રાણી હતી અલકાવતી. અલકાવતીએ એક કન્યાને જન્મ આપે હતો, જેનું નામ રત્નમંજરી હતું. રત્નમંજરી રાજકીય વિદ્યાલયમાં ભણતી હતી. એ સુંદર અને ચંચળ સ્વભાવની હતી. અભિમાની પણ હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust