________________ 343 કર્મ-કૌતુક-૨ આચાર્યજીએ કહ્યું : તો જા વત્સ ! અને હાં, આ મારાં રત્ન રાખ. પૂર્વજોનાં છે. આજે તેને સદુઉપગ થઈ રહ્યો છે. સમય પર તારા કામમાં આવશે.” પતંગસિંહે રત્ન હાથમાં લીધાં તો તેની આંખોમાં આંસુ આવી ગયાં. આચાર્યના પગમાં માથું ટેકવી એ છે : પૂજ્ય! તમે મારા શિક્ષા-ગુરુ જ નહીં, જીવનદાતા બધું જ છે. શું ખબર પૂર્વભવમાં તમે જ મારા પિતા હો. તમારે સ્નેહ જ મારી રક્ષા કરશે. પતંગસિંહને ઊભે કરતાં આચાર્યએ કહ્યું : ભાવુક ન બન પતંગ ! પુ સિવાય કંઈકોઈનું રક્ષણ નથી કરતું. જે તારાં પુણ્ય બાકી ન હોત તો આ સૈનિકે તને છેડત? ક્યારેય ના છેડે. હવે જા વત્સ ! - ત્યાર પછી ગુરુ-શિષ્ય એક બીનથી જુદા થયા. પતંગસિંહ આગળ વધવા લાગ્યા-અનિશ્ચિત લક્ષ્ય તરફ અને આચાર્ય સોમદત્ત કંચનપુર પાછા આવ્યા. તેમણે પોતાની બ્રાહ્મણને આખું વૃત્તાંત કહી સંભળાવ્યું. કઈ જાણી ન શકયું કે આચાર્યજી કયાં ગયા હતા, જ્યારે ગયા હતા અને કયારે આવ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust