________________ 306 કમ–કૌતુક-૧ રાજા જિતશત્રુ કંચનપુર પહોંચી ગયા. કંચનપુરમાં પતંગસિંહનું લાલનપાલન પૂર્વવત્ થવા લાગ્યું, છે માતાઓના હાથે. અને જનકપુરમાં કમલાવતી પણ એક માતા અને પંચ ધાયેના હાથમાં મોટી થતી હતી. પતંગસિંહ પાંચ વર્ષ થઈ ગયે હતે. મહારાજા જિતશત્રુ તેને રાજસભામાં લાવતા હતા અને તેને ખોળામાં લઈ રાજ સિંહાસન પર બેસતા હતા. માથા પર નીલાપીળા રંગની ગોળ ટોપી રત્નોથી જડેલી હતી. એમાંથી બહાર નીકળેલા કાળા-કાળા વાંકડિયા વાળ બહુ સારા લાગતા હતા. ગાળામાં મતી અને નીલમને હાર રહેતો. હતો. પતંગસિંહ પીળા રંગનું ઝભલું જેવું પહેતે હતો. આ પ્રમાણે જ્યારે ધાય માતા તેને તૈયાર કરી લાવતી તે મહારાણી કંચનસેના પહેલાં તેને ચુંબન કરતી, પછી માથા પર કાળું ટપકું કરતી. મહારાજા જિતશત્રુ હસીને તેની આંગળી પકડી કહેતા : - “ચાલ બેટા ! મારી સાથે ચાલ. અહીં તે તને માતાની નજર લાગી જશે. એ ગમે તેટલાં કાળાં ટપકાં કરે પણ મા–બાપની નજર તે લાગી જ જાય છે.' * મહારાણી કંચનસેના કશું કહેતી નહીં. માત્ર હસીને રહી જતી અને મહારાજા જિતશત્રુ પતંગસિંહને લઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust