________________ વસંતમાધવ-૩ જ ક્યાંથી, જેણે આ કર્યું. વિમાતાએ કાવતરું રચી મને મંત્રી પત્નીને ઘેર આખી રાત રાખી અને મારી પાછળ મારા ભવનમાં મારા પતિને સૈનિકોએ ઘેરી લીધા. એ વીરે છ સેનિકોને મારી નાખ્યા અને કેણ જાણે કયાં નાસી ગયા. પછી મને વિમાતાએ ગર્ભગૃહમાં કેદ કરી રાખી. ભૂખી રાખી. વાસંતીને એટલી મારી કે તેની ચામડી ઊતરી ગઈ. - હવે રાજન ! મને તમારી પાસે ન્યાયની આશા ન રહી, તેથી આ પત્ર લખ્યું. હું રહું ન રહે, મારે આ પત્ર તમારો ભ્રમ દૂર કરશે. તમારી પુત્રી પુનશ્ચ મંજુષા.” “છેલ્લે મેં ‘તમારી પુત્રી લખ્યું. તમે રાજા છે, હું પ્રજા છું. પ્રજા પણ રાજાનાં સંતાન હોય છે અને હું તે. છું જ. એટલે “પુત્રી લખ્યું. જો મરી જઈશ તો સ્વર્ગમાં મારી માતા માનવતીને મળીશ.” * પત્ર વાંચી રાજા વિજયસેન રડી પડયા. બહુ રડયા. . બહુ પસ્તાયા. પિતાની જાતને ધિક્કારી–અરે હું કેવો રાજા * છું અને કેવો પિતા ? મેં તપાસ પણ ન કરી. નિર્દોષ પુત્રો મરી ગઈ! પછી ગુસ્સો ચઢ. ભ્રમરો ખેંચાઈ. આંખ લાલ થઈ. એકદમ ઊઠયા–“હવે શુ મેળાવંતીને જીવતી છેડીશ ? 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust