________________ વસંતમાધવ-૩ 237. ચાવડી મંજુ પાસે આવી બેઠી. બેલી : " દીદી ! મને વણ શિખવાડશો? ચાલે મારી સાથે. મારી વીણા બતાવું !" બહુ જલ્દી બને હળી-મળી ગઈ. વૃદ્ધાએ સંતોષનો. શ્વાસ લીધો અને ધરતી પર હાથ ટેકવી ઊઠી. રાણીએ. હાથ પકડી લીધો. બેલી - આટલી સરસ બેટી આપી અને એમ જ જતાં રહેશે ? ખાઈ-પીને જજો.” - રાણી બહુ ઉદાર હતી. વૃદ્ધાના સુખપૂર્ણ ગુજારા, માટે આગ્રહ કરી જરૂરી ધન આપ્યું. હસતી-ખુશ થતી. વૃદ્ધા જતી રહી. મંજુષાને હવે દુઃખ એ હતું કે એ વિયેગિની હતી. આમ તે હવે એ સુખના પારણામાં ઝૂલતી હતી. રાજા જિતશત્રુ પણ તેને બહુ જ પ્રેમ કરતા હતા. એક તે તેને સારો સ્વભાવ અને તેજસ્વીતા. બીજુ રાજા-રાણીને અનુગ્રહ, તેથી દાસ-દાસીઓ કાયમ આદેશ માનતાં. ચાવડી અને તેની સાથે એક સરખે જ વ્યવહાર થતો હતો. બંને કાયમ સાથે રહેતી. રાજા જિતશત્રુએ ચાવડીના વિવાહ નક્કી કરી. નાખ્યા, ભરતપુરના રાજકુમાર ચન્દ્રચૂડ સાથે. ભરતપુરના. રાજાને ત્યાં જ તે વસંતમાધવ રહેતું હતું. રાજપુત્ર. ચન્દ્રચૂડ સાથે તેને ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. જેમ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust