________________ વસંતમાધવ-૨ 227 યાનમાં બેસી વસંતમાધવ ગયે.એક નગરમાં પહોંચી ગ. બધી વસ્તુ ખરીદી. સળગતું લાકડું હાથમાં લઈ યાનમાં બેઠે અને દ્વિપ તરફ ઊડાણ કર્યું. દુર્ભાગ્યની ચિનગારી યાનના યંત્ર પર પડી. વિમાન ફાટી ગયું. જેમ ઘાયલ પંખી નીચે પડે છે એમ યાન સહિત વસંતમાધવ નીચે પડે. વધુ વાગ્યું નહીં, પણ હૃદય તૂટી ગયું. હવે શું થશે? હાય મારું ભાગ્ય ? મંજુષા પણ -ગઈ. એ તાજી પ્રસૂતા છે. પાસે કશું નથી. કયાં ભટકશે? રખડી–૨ખડી મરી જશે, હવે શું જોવા હું જીવતો રહું ? હવે તે નહીં મંજુષા મળે કે નહીં મળે નવજાત પુત્ર. ગુણચન્દ્ર અને ગુણમંજરી તે ગયાં જ. મેં તે નિર્ણય કર્યો હતો કે આખું ભૂમિમંડળ ફરીશ અને કયાંક ને કયાંક છૂટા પડેલા મિત્ર અને પ્રિયાને પ્રાપ્ત કરી લઈશ. હવે અશાને સહારો પણ ગયો. આશા નહીં તે જીવન પણ નહીં. હવે હું અગ્નિસ્નાન કરીશ.” વસંતમાલવે લાકડાં ભેગા કર્યા. ચિતા થઈ ગઈ. અગ્નિ તે તેની પાસે હતો જ. પણ મત પહેલાં કેણ મારે * છે? ભાગ્ય કેવા-કેવા જોડ-તોડ ભિડાવે છે. ત્યારે લાવલશ્કર સાથે ભરતપુરના રાજા આવ્યા અને તે જ પળે વસંતમાધવને પકડી લીધા. વસંતમાધવ કંઈ કહે તે પહેલાં જ રાજા બોલ્યા : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust