________________ आ. भी कैलासंतागर सार शान म) भी महापीर जैन आराधना केनाल પુણ્યપાલ ચરિત=1 નગર બહુ મોટું હતું. કદાચ તેના લીધે જ આનું નામ વિરાટનગર પડયું હશે. રથ રાજસભાના દરવાજા પર ઊભે રહ્યો. મહામંત્રી સુબુદ્ધિએ રાજાનું અભિવાદન કરી પિતાનું આસન લીધું. રાજા જિતશત્રુની જમણી તરફ તેમનું સ્વર્ણમંડિત આસન હતું. એ પણ રાજાને જમણે હાથ તે છે. ઘરમાં પતિ-પત્નીની જે સ્થિતિ હોય છે, તેવી સ્થિતિ વત્સદેશના શાસનમાં રાજા જિતશત્રુ અને મહામંત્રી સુબુદ્ધિની હતી. રાજ્યને એક ગાડી માની લે. તેમાં રાજા અને મંત્રી બે પૈડાં છે. રાજા મંત્રીને સંબંધ આવે હોવો જોઈએ. તો જ ગાડી ચાલે છે અને એટલે જ વિરાટનગરમાં સુશસાન હતું. વિરાટનગર વત્સદેશનું રાજનગર હતું. પોતાના નામ જેવું જ નગર વિરાટ હતું. કેષ્ઠિ નિવાસમાં વાણિયાવેપારીઓનાં નવ-નવ માળનાં ભવન હતાં. ત્રણ માળથી કેઈ ઓછું ન હતું. બ્રાહ્મણવાડામાં બ્રાહ્મણોનાં ઘર હતાં. તે ભવ્ય અને ઊંચાં ન હતાં, પરંતુ સુંદર હતાં. શેઠિયાઓ ધન અને ભવનથી ઊંચા હતા. અને -બ્રાહ્મણે ચારિત્ર અને મનથી ઊંચા હતા. નગરની ચારે બાજુ લીલાંછમ ખેતરે હતાં. એ ખેતરમાં ખેડૂતોની ઝૂંપડીઓ હતી. તેમનાં પાકાં મકાને નગરમાં હતાં. તે मा. भी कहासागर मूरि शान मकर P.P. Ac. Gunratnasuri i aktit A TOTWAY nous *