________________ 11 પુણ્યપાલ ચરિત-૩ ગંગદત્ત હવે એટલા ગરીબ થઈ ગયા કે તેમને નગર છોડવું પડયું. પતિ-પત્ની બંને પરદેશ ચાલ્યાં ગયાં. તેમનાથી પિતાના નગરમાં મજૂરી કેવી રીતે થાય ? અહીં દેવદત્ત મોટે થઈ ભણવા લાગ્યો. સંયોગથી સાગરચન્દ્રને પણ એક પુત્ર થયો. હવે સાગરચન્દ્રની મમતા દેવદત્ત પરથી ઊઠી ગઈ અને પિતાના પુત્ર પર વધારે પ્રેમ કરવા લાગ્યા. આ ભેદ-ભાવને જેનાર સાગરચન્દ્રની દાસી મણિમાલા હતી. એ દેવદત્તની માસી થતી હતી. સાગરચન્દ્રને દેવદત્ત હવે એ ખટકવા લાગ્યું કે એ તેને પિતાની આંખ સામેથી દૂર કરવા માગતા હતા. તેથી એક દિવસ બોલ્યા: દેવદત્ત ! હવે તું મોટો થઈ ગયેલ છે. ભણી પણ રહ્યો. હવે શું ઘરે બેસી રહીશ ? વિદેશ જઈવેપાર કર. તારે નાન ભાઈ રત્નચન્દ્ર હજુ બહુ નાનું છે, નહીં. તે તમને બંનેને મોકલત.” દેવદત્ત ઉત્સાહથી બોલ્યો : એમાં શું વાંધો છે? મારી એટલી ભૂલ કે હું કહી. ન શકો. તમારે કહેવું પડયું. તમે વહાણ તૈયાર કરો. તમારા આશીર્વાદથી ખૂબ લાભ કમાઈને પાછા આવીશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust