________________ 104 પુણ્યપાલ ચરિત-૩ આવી છે. તે ગભરાયેલા હતા. રાજા જિતશત્રુએ સભા વિસર્જિત કરી. જેમ તેમ કરી રાત પસાર થઈ. બીજા દિવસે ફરી સભા મળી તે રાજાએ પોતાના ચારે ખુશામતિયા મંત્રીઓને કહ્યું : : - બોલો, હવે શું કરવું જોઈએ ? - રાજાને પ્રશ્ન પૂરે જ ન થ ત્યાં જ સભામાં પુણ્યપાલના દૂત આવી ગયા દૂતોએ આવીને કહ્યું : “રાજન અમે સાત દેશના મહારાજા અને ત્રણ દેશના શાસક નરપાલનો સંદેશ લઈ આવ્યા છીએ. તમે તમારા મંત્રીઓ સાથે તેમને મળી તેમની આધીનતા સ્વીકારી લે. તેનાથી લેહી રેડાતું બચી જશે. અથવા પછી યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ. ક્ષત્રિય તો પડકાર આપી યુદ્ધ કરે છે.” રાજા જિતશત્રુને ચહેરો ભયને કારણે પીળો પડી ગયો. અટકતાં અટકતાં તે બોલ્યા : ' “તમે તમારા રાજા પાસે પધારે. અમે તેમના સંદેશાને જવાબ લઈ તેમની પાસે દૂત મોકલીએ છીએ.” પુણ્યપાલના દૂત પાછા જતા રહ્યા. જિતશત્રુએ ફરી પિતાના મંત્રીઓ પાસેથી સલાહ લીધી : ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust