________________ પુણ્યપાલ ચરિત-૨ 91: તેમની ખેતી સંભાળતા હતા. લેણ-દેણ પણ કરતા. કરોડનું લેણ-દેણ હતું. લાખની વાર્ષિક આવક ત્રાણની વ્યાજની થતી હતી. ધનદ શેઠ માંદા પડ્યા. હવે તેમને પિતની બચવાની આશા ન હતી. ચારે પુત્રોને બોલાવ્યા, તેમને સમજાવવા લાગ્યા : હવે હું રેગની પથારીમાંથી ઊભો થઈશ નહીં. ....અરે આ શું? તમે રડે છે? શું કઈને બાપ, હંમેશાં રહે છે? ઘણું પુત્રો તે નાનપણમાં જ અનાથ થઈ જાય છે. તમારી માતા જતી રહી. હવે હું પણ જઈશ. મેં તમને જે વાત માટે બોલાવ્યા છે, તેના ઉપર ધ્યાન આપો. “તમારા માટે ઘણું બધું મૂકીને જઉં છું. ભેગા. રહેશે તે સુખી થશે. પારકી સ્ત્રીઓ ભાઈઓમાં બનવા. દેતી નથી. તમારી પત્નીઓ અંદરોઅંદર ઝગડે તે તમે ચારે ભાઈઓ જુદા થઈ જજો. મેં મારું કમાયેલું બધું ધન તમને ચારેયને બરાબર વહેંચી આપ્યું છે. એક સરખાં ચાર ભવન બનાવડાવી આપ્યાં છે. એક એક લઈ લેજે. એક બારીને પણ ભેદભાવ નથી. મારી પાસે શું હતું? બાપ-દાદા તરફથી મળેલી મિલકતમાં તે. નાની સરખી મીઠા-મરચાની એક દુકાન હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust