________________ પુણ્યપાલ ચરિત–૧ સુધારે છે. ઇશ્વર પર વિશ્વાસ રાખવો જ શા માટે? વિશ્વાસ તે પિતાના પુરુષાર્થને છે. ઈશ્વર તે છે જ નહીં.. જે છે તે કોઈ એક જ સર્વનિયન્ત પરમાત્મા કેઈ. નથી. કર્મને નાશ કરી દરેક આત્મા પરમાત્મા બની શકે - છે. પુણ્યપાલે કેટલાંક એવાં પુણ્ય કર્મો કર્યા હતાં, જેથી. આ જન્મમાં બહુ જ બુદ્ધિશાળી થશે. પુણ્યપાલ વિદ્યાનિષ્ણાત થઈ ઘરે આવ્યું. દેવકુમાર જેવો લાગતું હતું તે. કામદેવ કહીએ તે ખોટું નહીં.. કારણ કે તેને જોનાર તેના રૂપને એકીટશે જોતા હતા. કમલાવતી મંત્રીની પાછળ પડી ગઈ. એક દિવસ હઠ કરી. બોલી : તમે પિતા બની ગયા અને હું માતા. હવે હું સાસુ પણ બનીશ. હવે પુણ્યપાલનાં લગ્ન કરે.” મંત્રી બોલ્યા : બનવાની ઇચ્છા કયારેય પૂરી થતી નથી. પછી તું દાદી બનવાનું કહીશ. પૌત્ર જોવાની પણ ઈરછા કરીશ.” કમલાવતી બોલી : ' , ત્યારે તો હું વૃદ્ધ થઈ જઈશ. પછી દાદી તે ઈચ્છા. નહીં હોય તે પણ બની જઈશ. અને વળી ઈચ્છા પ્રમાણે દાદી બનવાનું મારા-તમારા હાથમાં તે નથી. વહુની સાસુ. બનવાનું તે આપણા હાથમાં છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust